Ahmedabad: આગામી 23 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. એકતરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ અંગે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, અમારી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2500થી વધુ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવા જઈ રહી છે. તમામ યુવાનો, નાના માણસો જેમને અત્યાર સુધી રાજનીતિની અંદર તક નથી મળી, તેવા તમામ લોકોને અમારી આમ આદમી પાર્ટી ગર્વ સાથે તક આપી રહી છે.
આ યાદીમાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ સમાજોમાંથી યુવાનો, વડીલો, બહેનોને તક આપવામાં આવી છે. આ ટીમ લોકોના અધિકારોની લડાઈ આગળ વધારવા માટે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. તમામ ઉમેદવારોને જીત માટે શુભેચ્છા.
જણાવી દઈએ કે, ગત મહિનાના અંતમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા 460થી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી હતી. આ તકે પણ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાથી માંડીને મનપા સુધી સામાન્ય નાગરિકોને ટિકિટ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
| ક્રમ | મહાનગરપાલિકા | મહાનગરપાલિકા વોર્ડ નંબર | ઉમેદવાર નામ |
| 1 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૪ | દેસાઈ પરેશ |
| 2 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૪ | પરમાર જ્યોતિકાબેન |
| 3 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૪ | વાઘેલા લક્ષ્મીબેન |
| 4 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૫ | સોલંકી મનુભાઈ |
| 5 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૬ | કોષ્ટી કમલેશ |
| 6 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૭ | દેસાઈ બળદેવભાઈ |
| 7 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૯ | ગાંધી હિનાબેન |
| 8 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૯ | રાવળ ગોમતીબેન |
| 9 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૯ | શાહ કૌતુક |
| 10 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૧૦ | પરમાર પુષ્પાબેન |
| 11 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૧૧ | પટણી કંકુબેન નટવરભાઈ |
| 12 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૧૨ | ગૌતમભાઈ ત્રિવેદી |
| 13 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૧૨ | પટેલ એક્તા જગદીશભાઈ |
| 14 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૧૪ | પાંડે નરેન્દ્રકુમાર |
| 15 | અમદાવાદ મ.ન. પાલિકા | અમદાવાદ મ.ન. પાલિકા વોર્ડ નં.૧૫ | તંવર મનીષાબેન |
| 16 | આમોદ ન.પા. | આમોદ ન.પા. વોર્ડ નં.૬ | પટેલ યુસુફ ઈસ્માઈલ |
| 17 | અંજાર ન.પા. | અંજાર ન.પા. વોર્ડ નં.૨ | પરવીન કે. થારુ |
| 18 | અંજાર ન.પા. | અંજાર ન.પા. વોર્ડ નં.૨ | જયશ્રીબેન સાગર સોની |
| 19 | અંજાર ન.પા. | અંજાર ન.પા. વોર્ડ નં.૨ | સંબદ લાભુભાઈ |
| 20 | અંજાર ન.પા. | અંજાર ન.પા. વોર્ડ નં.૨ | પિયુષ પઢિયાર |
| 21 | અંજાર ન.પા. | અંજાર ન.પા. વોર્ડ નં.૩ | વાઘેલા દેવેન્દ્ર પ્રવિણસિંહ |
| 22 | અંજાર ન.પા. | અંજાર ન.પા. વોર્ડ નં.૫ | મેહુલ આહીર |
| 23 | અંજાર ન.પા. | અંજાર ન.પા. વોર્ડ નં.૭ | મામદ મુશા ખુંભાર |
| 24 | અંજાર ન.પા. | અંજાર ન.પા. વોર્ડ નં.૮ | બલદાણી રમેશકુમાર મનજી |
| 25 | અંકલેશ્વર ન.પા. | અંકલેશ્વર ન.પા. વોર્ડ નં.૧ | સોલંકી જીજ્ઞેશ રાજેશભાઈ |
| 26 | અંકલેશ્વર ન.પા. | અંકલેશ્વર ન.પા. વોર્ડ નં.૧ | પ્રતિક પટેલ |
| 27 | અંકલેશ્વર ન.પા. | અંકલેશ્વર ન.પા. વોર્ડ નં.૨ | સુરતી મોહમ્મદીરફાન મોહમ્મદસલીમ |
| 28 | અંકલેશ્વર ન.પા. | અંકલેશ્વર ન.પા. વોર્ડ નં.૪ | સોહેલભાઈ દિવાન |
| 29 | અંકલેશ્વર ન.પા. | અંકલેશ્વર ન.પા. વોર્ડ નં.૫ | વસાવા વિનય રાજેશભાઈ |
| 30 | અંકલેશ્વર ન.પા. | અંકલેશ્વર ન.પા. વોર્ડ નં.૭ | પઠાણ મહંમદ ફહીમખાન ફિરોજખાન |
