Ahmedabad News: અમદાવાદમાં રખડતાં ઢોર પકડવાની કાર્યવાહીઃ થલતેજ, ઘુમા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાંથી 87 પશુ પકડવામાં આવ્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 10 Oct 2023 05:18 PM (IST)Updated: Tue, 10 Oct 2023 05:18 PM (IST)
ahmedabad-news-87-stray-cattle-were-caught-from-areas-including-thaltej-ghuma-vastrapur

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી રખડતાં ઢોર પકડવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી રહી છે. તેમ છતાં હજી પણ કેટલાક વિસ્તારોમાં પશુ દ્વારા હુમલા થવાના કિસ્સા બની રહ્યા છે. તાજેતરમાં જ રાણીપમાં એક બાળક રમી રહ્યું હતું ત્યારે ગાય દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથો લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આજે મનપા દ્વારા સાત ઝોનમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. થલતેજ, ઘુમા અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાંથી 87 ઢોર પકડવામાં આવ્યા છે.

કયા ઝોનમાં કેટલા રખડતાં ઢોર પકડવામાં આવ્યા

ઝોન પકડયેલા પશુઓ ઘાસચારાનો જથ્થો(કિ.ગ્રા)
ઉત્તર 13 3385
દક્ષિણ 10 1805
પૂર્વ 10 2265
પશ્ચિમ 16 1583
મધ્ય 3 487
ઉત્તર-પશ્ચિમ 20 1340
દક્ષિણ- પશ્ચિમ 15 5535
કુલ 87 16400

શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023ના અમલવારી અન્વયે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો ગુજરાત હાઉસિંગબોર્ડ, શારદાબેન હોસ્પિટલ, હરીભાઇગોદાણી રોડ, પોટલીયા, રખિયાલ રોડ, મણીનગર, ઇસનપુર, વટવા, નિકોલ, નવરંગપુરા, પાલડી, એસપી રોડ, ખાડીયા, સારંગપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ, શીલજ, સરખેજ, નરીમણપુરા, નોબલનગર, પાર્શ્વનાથ મહેદેવ, રાજેન્દ્રપાર્ક, રામાપીર નો ટેકરો, બલોલનગર, ઠક્કરનગર, સીટીએમ, હાટકેશ્વર, અમરાઇવાડી, રબારી કોલોની, ઉજાલા સર્કલ, રામેશ્વર ચાર રસ્તા વિસ્તારમાંથી ઢોર પકડવામાં આવ્યા છે.

આ ઉપરાંત પટેલમીલ, રાણીપ, ચમનપુરા, ઘાટલોડીયા, ચાણ્ડયપુરી, શાહપુર, માધુપુરા, અસારવા, સાઉથબોપલ, ઘુમા, જમાલપુર, ઇદગાહ સર્કલ, ક્રિષ્ણનગર, લાંભા, વિરાટનગર, વાડજ, સુભાષબ્રીજ, ઉસ્માનપુરા, આરટીઓ સર્કલ, શાહીબાગ, ગાંધી સર્કલ, નરોડા, અર્બુદાનગર, વિનોબાભાવેનગર, અખબારનગર, નિર્ણયનગર, કીટલી સર્કલ, ચિલોડા, સાબરમતી, કઠવાડા, ઘોડાસર, ચાંદખેડા, સ્વામીનારાયણ પાર્ક, સોનીની ચાલી, નારોલ, મોટેરા, જવાહર ચૌક, આશ્રમ રોડ, મેમ્કો, બહેરામપુરા, મનમોહન, ભીમજીપુરા, ગણેશનગર, બાપુનગર તથા એરપોર્ટ આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ પશુઓ પકડવામાં આવ્યા છે.

શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની જગામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોત તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાંનો ભંગ નહિ કરવા રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહિ કરવા તકેદારી રાખવા પશુમાલિકો / પશુપાલકોને તાકિદ કરવામાં આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.