Ahmedabad News: અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3માં ભણતી બાળકી છાતીમાં દુખાવો થયા બાદ ઢળી પડી, સારવાર દરમિયાન મોત

વિદ્યાર્થિની સવારે 8 વાગ્યાની આસપાસ સીડી ચઢીને આવી હતી. એ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. લોબીમાં એક ચેર પર તે બેસી ગઇ હતી અને થોડીવારમાં ઢળી પડી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 10 Jan 2025 02:48 PM (IST)Updated: Fri, 10 Jan 2025 02:48 PM (IST)
ahmedabad-news-8-year-old-girl-collapsed-after-experiencing-chest-pain-in-school-died-during-treatment
HIGHLIGHTS
  • બાળકી દાદા-દાદી સાથે રહેતી હતી.
  • વિદ્યાર્થિનીના માતા-પિતા મુંબઇમાં છે.
  • મુંબઈમાં તેઓને બનાવની જાણ કરાઈ છે.

Ahmedabad News: અમદાવાદના થલતેજમાં આવેલી ઝેબર સ્કૂલમાં ધો.3માં અભ્યાસ કરતી એક 8 વર્ષની બાળકીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બાળકી લોબીમાં રાખેલી ચેર પર બેસી ગઇ હતી અને ત્યારબાદ ઢળી પડી હતી. સ્કૂલના સ્ટાફ દ્વારા બાળકીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતનું પ્રાથમિક તારણ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું સામે આવ્યું છે. પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ શહેરના થલેતમાં ઝેબર સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં ધો.3માં 8 વર્ષીય ગાર્ગી તુષાર રાણપરા નામની વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની સવારે 8 વાગ્યાની આસપાસ સીડી ચઢીને આવી હતી. એ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. લોબીમાં એક ચેર પર તે બેસી ગઇ હતી અને થોડીવારમાં ઢળી પડી હતી. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

સ્કૂલના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ મીડિયાને જણાવ્યું છેકે, સ્કૂલ સ્ટાફ દ્વારા તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે તેને આવવામાં મોડું થતાં બાળકીને સ્કૂલના સ્ટાફની ગાડીમાં સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીનું મોત કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ છે. બાળકીના માતા-પિતા મુંબઇ છે જ્યારે તે અહીં તેના દાદા-દાદી સાથે રહેતી હતી. તેના માતા-પિતાને જાણ કરવામાં આવી છે.

બાળકીના મૃતદેહને પીએમ અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ સ્કૂલ પહોંચી હતી અને અક્સમાતે મોતની નોંધ કરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.