Ahmedabad News: અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આ ઝુંબેશના ભાગરૂપે આજે પાંજરાપોળ, બોડકદેવ, મકરબા સહિતના વિસ્તારમાંથી રખડતાં ઢોર પકડાયા છે. શહેરના સાત ઝોનમાંથી 68 ઢોર પકડાયા છે. જેમાંથી સૌથી વધુ 20 ઢોર પૂર્વ વિસ્તારમાંથી પકડાયા છે.
શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023ના અમલવારી અન્વયે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો ઇસનપુર, ઉષા ટોકીઝ, દર્પણ સર્કલ, વિજય ચાર રસ્તા, પાંજરાપોળ, ખાડીયા, રાઇપુર, સારંગપુર, કાલુપુર, બોડકદેવ, ચાંદલોડીયા, ઘાટલોડીયા, મકરબા, સાણંદ રોડ, કર્ણાવતી ક્લબ, ઘોડાસર, જશોદા નગર, રબારી કોલોની, વાસણા, નમસ્તે સર્કલ, સાઉથ બોપલ, ઓઢવ, ગોતા, પ્રેમ દરવાજા, માધુપુરા, ન્યુ મણીનગર, દિલ્હી દરવાજા, ઇન્દ્રપુરીમાંથી રખડતાં ઢોર પકડવામાં આવ્યા છે.
આ ઉપરાંત તક્ષશીલા સ્કૂલ ઓઢવ, રામોલ, વટવા, ઇદગાહ સર્કલ, મેઘાણીનગર, જમાલપુર, નિકોલ, ખમાસા, રાણીપ, આરટીઓ સર્કલ,મેમ્કો,હાટકેશ્વર, અમરાઇવાડી,લો-ગાર્ડન,રાયખડ હવેલી, અસલાલી સર્કલ, સિવીલ, એલીસ બ્રીજ, નવરંગપુરા, એરર્પોટ, વાડજ, સરખેજ, શાહીબાગ,મિરજાપુર, ગેલેક્સી નરોડા, ગીતામંદિર,રખિયાલ, સીટીએમ, નરોડા પાટીયા, ગીરધરનગર, વસ્ત્રાપુર, સુભાષ બ્રીજ, ભાર્ગવરોડ, વસ્ત્રાલ,તપોવન,મોટેરા, નિર્ણયનગર,વિરાટનગર, આનંદનગર,ગુરુકુળ, રામાપીર નો ટેકરો, સોલા, બુટ ભવાની, કુબેરનગર, બલોલ નગર, વણઝાર, ગોવિંદવાડી તથા અસારવા આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલા પશુઓ પકડવામાં આવ્યા છે.
કયા ઝોનમાં કેટલા પશુ પકડવામાં આવ્યા
| ઝોન | પકડયેલા પશુઓ | ઘાસચારાનો જથ્થો(કિ.ગ્રા) |
| ઉત્તર | 5 | 1735 |
| દક્ષિણ | 13 | 1780 |
| પૂર્વ | 20 | 2259 |
| પશ્ચિમ | 12 | 1583 |
| મધ્ય | 2 | 487 |
| ઉત્તર-પશ્ચિમ | 6 | 1215 |
| દક્ષિણ- પશ્ચિમ | 10 | 5535 |
| કુલ | 68 | 14594 |
પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસીની 1 સપ્ટેમ્બરથી અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી સંયુક્ત કામગીરીઓ શરૂ કરાઇ છે. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની જગામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોત તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાંનો ભંગ નહિ કરવા રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહિ કરવા તકેદારી રાખવા પશુમાલિકો/ પશુપાલકોને તાકિદ કરવામાં આવ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
