Ahmedabad News: રખડતાં પશુઓ સામે કાર્યવાહીઃ અમદાવાદમાં વાસણા, રખિયાલ અને ઘુમા સહિતના વિસ્તારોમાંથી 163 ઢોર પકડાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 05 Nov 2023 06:51 PM (IST)Updated: Sun, 05 Nov 2023 06:51 PM (IST)
ahmedabad-news-163-stray-cattle-was-caught-in-7-zone-of-city

Ahmedabad News: રખડતાં ઢોરોના ત્રાસમાંથી અમદાવાદને મુક્ત કરાવવા માટે મહાનગર પાલિકાની ઢોર પકડ ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે બપોરે ચાર વાગ્યાની સ્થિતિએ શહેરમાંથી વાસણા, રખિયાલ અને ઘુમા સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 163 ઢોર પકડવામાં આવ્યા છે. સાત ઝોનમાં કરવામાં આવેલા કામગીરીમાં સૌથી વધુ 41 ઢોર પૂર્વ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે.

કયા ઝોનમાં કેટલા પશુ પકડવામાં આવ્યા

ઝોન પકડયેલા પશુઓ ઘાસચારાનો જથ્થો(કિ.ગ્રા)
ઉત્તર 34 12480
દક્ષિણ 38 2275
પૂર્વ 41 2330
પશ્ચિમ 20 1890
મધ્ય 9 550
ઉત્તર-પશ્ચિમ 13 3175
દક્ષિણ- પશ્ચિમ 8 5730
કુલ 163 28430

આ વિસ્તારમાંથી રખડતાં પશુઓ પકડાયા
શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો સરદારનગર,કુબેરનગર, મેઘાણીનગર, અસારવા, સીટીએમ, વાસણા, ખાડીયા, કલાપીનગર, ભાર્ગવરોડ, મોતીપુરા,ઇન્દિરાનગર,ઓઢવ, ભવાની નગર મંદિર, આદિનાથ, ગણેશનગર, પાશ્વનાથ ટાઉનશીપ, પાલડી,વંદેમાતરમ્ રોડ, સૈજપુર ટાવર, ખોખરા, જશોદાનગર, જવાહરચોક, ગીતામંદિર, થલતેજ, મકરબા, ઠક્કરનગર, ભરવાડવાસ, ભાઇપુરા, વસ્ત્રાલ, મોટેરા, શાહપુર, ગોતા, નોબલનગર, પીપલજ, ગણેશનગર,, વેજલપુર, શ્યામલ, ટીવી-૯, પ્રહલાદબગર, પોટલીયા, રખિયાલ, વટવા, વિરાટનગર વિસ્તારમાંથી રખડતાં પશુઓ પકડવામાં આવ્યા છે.

આ વિસ્તારમાંથી રખડતાં ઢોર પકડવામાં આવ્યા
અમરાઇવાડી, વાડજ સર્કલ, શીલજ, બોપલ, રાયપુર દરવાજા, રાયપુરચકલા, ઘુમા,, બાપુનગર, કઠવાડા, હાટકેશ્વર, કાલુપુર, સોલા, ભાડજ, રબારીકોલોની, અચેરડેપો, ભાર્ગવરોડ, જગતપુર, સરખેજ, નરીમણપુરા, નરોડા-ભરવાડવાસ, સૈજપુરટાવર, રંગોલીનગર, શાહવાડી, રાણીપુર, ઇસનપુર, નારોલ, નિકોલ, સાબરમતી, ચાંદખેડા, જમાલપુર કાલુપુર, દરીયાપુર, ભગવતીનગર, ઘાટલોડીયા, જોધપુર, પ્રેમદરવાજા, ઠક્કરનગર, પીપલજ, છાયા ફલેટ, લીલાનગર, શાહવાડીરોડ, ખોડીયારનગર, ઉત્તમનગર, બહેરામપુરા, વણજારગામ તથા બોડકદેવ આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલા પશુઓ પકડવામાં આવ્યા છે.

આ મહિનામાં અત્યારસુધીમાં કેટલા પશુ પકડાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન / વોર્ડ / વિવિધ વિસ્તારોમાં નવ ટીમો દ્વારા શહેરમાં ત્રણ શીફટમાં કામગીરીઓ કરી ચાલુ માસમાં 689 થી વધારે પશુઓ પકડવાની, તથા ચાલુ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 12307 જેટલા પશુઓ પકડવામાં આવેલ તથા 457 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી વિવિધ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવેલ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.