Dholka Flood: જળબંબાકાર ધોળકામાં 108ની ટીમ દેવદૂત બની, પૂરના પાણીમાં સ્પાઈન બોર્ડ અને ટ્રેક્ટર દ્વારા બે પ્રસૂતાઓ તથા વૃદ્ધાનું રેસ્ક્યુ

108 સેવા છેલ્લા બે દિવસથી લોકોની સેવા આપી રહી છે, જ્યા વધારે પાણી હોવાના કારણે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, ત્યાં 108 ટીમ પાણીમાં ઉતરીને સ્થાનિક લોકોના મદદથી અને NDRF અને વહીવટી તંત્રના મદદથી દર્દીને હોસ્પિટલથી પહોંચાડી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jul 2026 09:33 PM (IST)Updated: Sat, 25 Jul 2026 09:33 PM (IST)
ahmedabad-news-108-team-rescues-pregnant-and-elderly-women-amid-dholka-flood

Dholka Flood: બે દિવસ પહેલા સાંબેલાધારે તૂટી પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ જિલ્લાના ધોળકામાં જળતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હજુ પણ ધોળકાના અનેક ભાગોમાં પૂરના પાણી ઓસર્યા નથી. એવામાં પૂરના ધસમસતા પાણી વચ્ચે ઈમરજન્સી સર્વિસ 108 એમ્બ્યુલન્સની ટીમ ધોળકાવાસીઓ માટે દેવદૂત સાબિત થઈ છે. હકીકતમાં પૂરના પાણી વચ્ચે 108ની ટીમે સ્પાઈન બોર્ડ અને ટ્રેક્ટર દ્વારા બે પ્રસુતાઓ અને એક વૃદ્ધાને હોસ્પિટલ પહોંચાડી હતી.

કલિકુંડમાં ચક્કર આવતા વૃદ્ધા પાણીમાં પડી ગયા હતા

ધોળકા શહેરના કલિકુંડ વિસ્તારમાં સેતૃજની સોસાયટી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. આવી સ્થિતિ વચ્ચે 79 વર્ષીય મહિલાને અચાનક ચક્કર આવતા પાણીમાં પડી ગયા હતા. જેથી પરિવારે તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને કોલ કર્યો હતો.

કોલ મળતા જ 108ની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે સોસાયટીના રસ્તા પર ખુબજ પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ મહિલાના ઘર સુધી પહોંચી શકે તેમ નહતી. આવી ગંભીર સ્થિતિમાં પણ 108ની ટીમે હિંમત ન હારી અને સમયસૂચકતા વાપરી હતી.

NEET Paper Leak: રાષ્ટ્રપતિ મુર્મુએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કર્યું, પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો



108ના ઈએમટી (EMT) અને પાયલોટે સ્પાઇન બોર્ડ નો ઉપયોગ કરી ભરાયેલા પાણીમાંથી પસાર થઈને દર્દીને ઉંચકીને સફળતાપૂર્વક એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. જે બાદ મહિલાને સુરક્ષિત રીતે પાશ્વનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

108ની આ બિરદાવવા જેવી યોગ્ય કામગીરીમાં પાયલોટ વનરાજસિંહ, અનિરુદ્ધસિંહ ઈએમટી (EMT) નાગજીભાઈ, મહત્વની ભૂમિકા ભજવી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી બદલ સ્થાનિક લોકો અને ગ્રામજનોએ 108 ની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

108ના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કાપરીયા સાહેબે 108ની સેવા ને બિરદાવી હતી.
108ના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહિએ જણાવ્યું કે, અમદાવાદમાં પૂર જેવી પરિસ્થિતિમાં ખાસ કરીને ધોળકામાં અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં 108 સેવા છેલ્લા બે દિવસથી લોકોની સેવા આપી રહી છે અને જ્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે છે, ત્યાં સુધી પહોંચે છે અને જ્યા એમ્બ્યુલન્સ નહીં વધારે પાણી હોવાના કારણે નથી પહોંચી શકતી ત્યાં 108 ટીમ પાણીમાં ઉતરીને સ્થાનિક લોકોના મદદથી અને NDRF અને વહીવટી તંત્રના મદદથી દર્દીને હોસ્પિટલથી પહોંચાડી રહ્યા છે.

 

 

પ્રસૂતા મહિલાઓનું સફળ રેસ્ક્યુ
ધોળકામાં પૂર જેવી સ્થિતિ વચ્ચે 108 ની ટીમે એનડીઆરએફ (NDRF) અને ફાયર ટીમની મદદથી અદભૂત કામગીરી કરી છે. ધોળકા તાલુકાના ત્રાંસદ ગામના વર્ષ 19 બહેનને પ્રસવ પીડા ઉપડતા ત્યાં 108 પહોંચે તેમ નહોતી. 108 જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ગઈ અને પછી ફાયર ટીમની સહાય લઈને પ્રસૂતા બહેનને 108 સુધી પહોંચાડી હતી. જ્યાંથી 108 દ્વારા સહી સલામત સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોળકા હોસ્પિટલ પહોંચાડ્યા હતા.


ધોળકા ની ત્રિપદા સોસાયટીના 25 વર્ષ બહેનને પ્રસવ પીડા ઉપડતા ત્યાં 108 પહોંચે તેમ નહોતી. આથી 108 જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ગઈ હતી. જે બાદ 108ની ટીમે ટ્રેક્ટરની સહાય લઈને પ્રસૂતા બહેનને સ્પાઇન બોર્ડમાં 108 સુધી પહોંચાડીને 108 દ્વારા સહી સલામત આયાત હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આવી જ રીતે ભેટાવાડા ગામની પ્રસૂતા સંગીતાબેનને NDRFની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવીને CHC ધોળકા મોકલવામાં આવ્યા હતા