અમદાવાદમાં ગરબા આયોજન મોંઘા બન્યા: સાઉન્ડ અને કેટરિંગ મોંઘુ થતાં સોસાયટીઓમાં મેન્યૂ બદલાયા

અમદાવાદમાં આ વર્ષે નવરાત્રીમાં ઓર્કેસ્ટ્રા, કેટરિંગ અને સાઉન્ડ સિસ્ટમના ભાવ 25% સુધી વધ્યા. સોસાયટીઓનું બજેટ ખોરવાતા નાસ્તાના મેન્યૂ બદલાયા. જાણો વિગત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 09 Oct 2026 08:14 AM (IST)Updated: Fri, 09 Oct 2026 08:14 AM (IST)
ahmedabad-navratri-garba-budget-orchestra-catering-sound-system-price-rise

Ahmedabad Navratri 2026: અમદાવાદમાં આ વર્ષે નવરાત્રી ઉત્સવ ઉજવવો સોસાયટીના આયોજકો અને રહીશો માટે વધુ મોંઘો સાબિત થશે, મોંઘવારીની સીધી અસર ગરબા આયોજન પર પડી છે. જેના કારણે સોસાયટીઓનું સરેરાશ બજેટ 20 ટકા જેટલું વધી ગયું છે. ખાસ કરીને ઓરકેસ્ટ્રા, સાઉન્ડ સિસ્ટમ અને ફૂડ કેટરિંગના ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જેના લીધે હવે નાસ્તાના મેન્યૂ અને આયોજનમાં ફેરફાર કરવાની નોબત આવી છે.

ઓરકેસ્ટ્રા અને ફૂડના ભાવમાં વધારો

અમદાવાદની વિવિધ સોસાયટીના આયોજકોના જણાવ્યા પ્રમાણે, તમામ ગરબા ગ્રાઉન્ડ સર્વિસમાં ભાવવધારો થયો છે. વસ્ત્રાપુરની એક સોસાયટીના પ્રમુખના જણાવ્યા મુજબ, ગયા વર્ષની સરખામણીએ આ વખતે ગરબાના કુલ ખર્ચમાં રુ,3 લાખનો વધારો થયો છે. આરોહિ કેસ્ટાના લોકેશ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે નવરાત્રિ પર્વ પર અલગ અલગ થીમ સાથે આયોજન થાય છે.

બજેટમાં વધારો નોંધાતા સભ્યો પર વધારાનો બોજ ન પડે તે માટે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આહાર કેટર્સ એસોસિએશનના પ્રમુખ મુજબ, ગેસ, મજૂરી અને રો મટીરિયલ મોંઘો થવાને લીધે ડિશદીઠ ભાવમાં 20 ટકાનો વધારો કરવો પડ્યો છે. સોસાયટી ગરબામાં મોટી સંખ્યામાં લોકો માટે ફૂડની વ્યવસ્થા કરવાની હોવાથી તેની સીધી અસર બજેટમાં પડી રહી છે.

ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ મોંઘી બની

આ વર્ષે નવરાત્રીમાં ગરબા આયોજકોને સાઉન્ડ સિસ્ટમ વધારે મોંઘી પડવાની છે, સાઉન્ડ સિસ્ટમના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. આ સેવાઓના દરોમાં ખાસ મોટો ફેરફાર થયો નથી. ગરબા આયોજનની તમામ વસ્તુઓ મોંઘી નથી થઈ, પરંતુ ઓર્કેસ્ટ્રા, સાઉન્ડ અને કેટરિંગ જેવા મુખ્ય ખર્ચાઓ વધવાથી આ વખતે સોસાયટીઓના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.