Ahmedabad: નરોડા આપઘાત કેસમાં પોલીસે પતિ સહિત સાસુ સસરાની કરી ધરપકડ

અમદાવાદના નરોડામાં સારથી રેસીડેન્સીમાં રહેતા પત્નીએ પુત્ર સાથે જીવનલીલા સંકેલી લીધી હતી, આ ઘટનામાં પોલીસે પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Dec 2024 12:07 PM (IST)Updated: Mon, 09 Dec 2024 12:07 PM (IST)
ahmedabad-naroda-suicide-case-police-arrest-husband-mother-in-law-and-father-in-law
HIGHLIGHTS
  • પત્નીએ પુત્ર સાથે જીવનલીલા સંકેલી લીધી
  • પોલીસે પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી

Naroda Suicide Case: લગ્નના પાંચ વર્ષ સુધી પતિ મિતેષ વાણિયા અને તેના પરિવારજનોએ મૃતકને સારી રીતે રાખ્યા હતા. પરંતુ વર્ષ 2019 થી સાસરિયા વાળા તેને નાની-નાની બાબતોમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે પતિ પણ અવારનવાર મારકુટ કરતો હતો. પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળીને શનિવારે સવારે વિરાજબેને પોતાના બ્લોકના ત્રીજા માળેથી પહેલા પુત્રને નીચે ફેંક્યો હતો. ત્યારબાદમાં તેમને પણ મોતની છલાંગ લગાવી હતી.

પોલીસે ત્રણેયની ધરપકડ કરી

આ ઘટના અંગે નરોડા પોલીસે મૃતક મહિલાના પોલીસકર્મી પતિ મિતેષ વાણીયા, નિવૃત ASI સસરા ધનજી અને સાસુ સવિતાબેન સામે ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિણીતા વિરાજબહેનને સાસરિયા વાળા એટલો ત્રાસ આપતા હતા કે તેની ફરિયાદ પિયરમાં પણ કરી હતી અને મારઝૂડના પુરાવા પણ મોબાઈલથી મોકલતા હતા.