Ahmedabad Accident: અમદાવાદમાં AMCના સ્વીપર મશીને દંપતીને કચડ્યું, મશીન ફરી વળતા રોટલા બનાવતી મહિલાનું મોત, પતિનો પગ કચડી નાંખ્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 11 Dec 2023 10:50 AM (IST)Updated: Mon, 11 Dec 2023 11:01 AM (IST)
ahmedabad-municipal-corporation-sweeper-machine-accident-at-vasna-one-died-and-one-injured

Ahmedabad Accident News: અમદાવાદમાં આજે વહેલી સવારે મહાનગર પાલિકાના સ્વીપર મશીનો અકસ્માત થયો હતો. સ્વીપર મશીને કાબુ ગુમાવતા વાસણા પાસે ફૂટપાથ પર ચડી ગચું હતું. અકસ્માતની આ ઘટનામાં મશીને એક દંપતીને કચડ્યું હતું. જેમાં રોટલા બનાવી રહેલી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિનો પગ કચડાયો હતો. ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વાસણા વિસ્તારમાં આજે વહેલી સવારે અમદાવાદ મનપાના સ્વીપર મશીન દ્વારા સાફ-સફાઈનું કામ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન જીબી શાહ કોલેજ પાસે સ્વીપર મશીન બેકાબુ બન્યુ હતું અને ફૂટપાથ પર ચડી ગયું હતું. એ સમયે ફૂટપાથ પર રહેતું એક શ્રમિક દપંતી આ મશીનની અડફેટે આવી ગયું હતું. વહેલી સવારે મહિલા રોટલા બનાવી રહી હતી એ સમયે સ્વીપર મશીન તેની માથે ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિનો પગ કચડાઇ ગયો હતો.

અકસ્માતનો ભોગ બનેલા દંપતીની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. વહેલી સવારમાં ચીસો સંભળાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ સ્વીપર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એકઠા થયેલા લોકો દ્વારા તેનો પીછો કરીને તેને ઝડપી લઇને પોલીસ હોવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે સ્વીપર મશીનના ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.