Ahmedabad: મચ્છર ઉપદ્રવની એક મહિનામાં 39 હજારથી વધુ ફરિયાદ, નદી પાર આવેલા ત્રણ ઝોનમાંથી જ પચાસ ટકાથી વધુ ફરિયાદ તંત્રને મળી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 27 Oct 2023 09:57 AM (IST)Updated: Fri, 27 Oct 2023 09:57 AM (IST)
ahmedabad-more-than-39000-complaints-of-mosquito-infestation-in-one-month-more-than-fifty-percent-complaints-received-from-the-three-zones-across-the-river

Ahmedabad News: અમદાવાદના લોકો મચ્છરના ઉપદ્રવથી ત્રસ્ત બની ગયા છે. એક મહિનામાં સાત ઝોનમાંથી મચ્છરના ઉપદ્રવને નાથવા કુલ 39430 ફરિયાદ નાગરિકોએ ઓનલાઈન અને ઓફલાઈન મ્યુનિસિપલ તંત્રને કરી હતી. મળેલી કુલ ફરિયાદમાં નદી પાર આવેલા ત્રણ ઝોનમાંથી જ પચાસ ટકાથી વધુ ફરિયાદ તંત્રને મળી હતી.

મચ્છરના ઉપદ્રવને લઈ મધ્યઝોનમાંથી 4403, ઉત્તરઝોનમાંથી 3883, પૂર્વ ઝોનમાંથી 5255 ઉપરાંત પશ્ચિમ ઝોનમાંથી 10823, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી 4631, દક્ષિણ- પશ્ચિમ ઝોનમાંથી 3652 તથા દક્ષિણઝોનમાંથી 6783 જેટલી ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને સી. સી. આર. એસ તથા ઓફલાઈન મળી હતી.

આ તમામ ફરિયાદનો નિકાલ સમય મર્યાદામાં કરાયો હોવાનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા દાવો કરાયો હતો. તંત્ર તરફથી મચ્છરનો ઉપદ્રવ મળી આવતા 9106 નોટિસ આપી 61 એકમ સીલ કરવાની સાથે 1.39 કરોડથી વધુની રકમ વહીવટી ચાર્જ પેટે વસુલવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મચ્છરજન્ય ડેન્ગ્યુ સહિતના અન્ય કેસ લાંભા વોર્ડમાંથી મળી આવ્યા હોવાનું ખુલતાં ચેરમેને તાકીદે લાંભા સહિત શહેરના તમામ વોર્ડમાં મચ્છરના ઉપદ્રવને નાથવા ઘટતી કાર્યવાહી કરવા અધિકારીઓને સુચના આપી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.