અમદાવાદ: મણિનગરની પ્રગતિ સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીને કર્યા અશ્લીલ મેસેજ, વિવાદ સર્જાતા મેનેજમેન્ટે કર્યો ટર્મિનેટ

વિદ્યાર્થિનીના મિત્રએ સ્કૂલમાં જઈને તપાસ કરતા શિક્ષકનામોબાઈલમાં અલગ અલગ પ્રોફાઈલ મળી આવી હતી

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 03 Oct 2026 03:48 PM (IST)Updated: Sat, 03 Oct 2026 03:48 PM (IST)
ahmedabad-maninagar-pragati-school-teacher-obscene-messages-to-female-student
Maninagar Pragati School

Maninagar Pragati School News: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રગતિ સ્કૂલના એક શિક્ષક કથિત રીતે નકલી ઈન્સ્ટાગ્રામ ID બનાવીને વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ કરતા હોવાનો આક્ષેપ થતાં વિવાદ સર્જાયો છે. પીડિત વિદ્યાર્થિનીના મિત્રએ સ્કૂલમાં જઈને તપાસ કરતા શિક્ષકના મોબાઈલમાં અલગ અલગ પ્રોફાઈલ મળી આવી, જેના પગલે યુવકે શિક્ષકને લાફા ઝીંકી દીધા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ શાળા પ્રશાસને ગંભીરતા દાખવી શિક્ષકને ટર્મિનેટ કરી દીધો છે.

અમદાવાદની વધુ એક શાળા આ ઘટનાને કારણે વિવાદમાં આવી છે. મણિનગરમાં આવેલી પ્રગતિ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી અશ્લીલ મેસેજ આવી રહ્યા હતા. આ અંગે વિદ્યાર્થિનીના મિત્રએ તપાસ શરૂ કરતા મેસેજ મોકલનાર બીજું કોઈ નહીં પરંતુ સ્કૂલના જ કમ્પ્યુટર શિક્ષક હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ આક્રોશિત થયેલા મિત્રએ સ્કૂલમાં રૂબરૂ જઈ શિક્ષકનોમોબાઈલ ચેક કર્યો હતો, જેમાંથી અલગ અલગ નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી મળી આવ્યા હતા. જે બાદ ઉશ્કેરાયેલા યુવકે શિક્ષકનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો અને શિક્ષકને શાળામાં જ લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ઘટના અંગે પ્રગતિ સ્કૂલના પ્રિન્સિપાલ શૈલેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ઘટના બન્યા બાદ તુરંત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને સ્કૂલ દ્વારા પણ પોતાની રીતે તપાસ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા પ્રશાસને શિક્ષકને નોકરીમાંથી ટર્મિનેટ કરી દીધો છે.

પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના લોકોને બોલાવીને સમાધાન કરી લેવામાં આવ્યું છે. બીજી તરફ આરોપી શિક્ષકે પોતાનો બચાવ કરતા એવું નિવેદન આપ્યું હતું કે, તેઓ પોતાના પત્નીને મેસેજ કરવા જતા હતા અને ભૂલથી આ મેસેજ વિદ્યાર્થિનીને જતો રહ્યો હતો. આ અંગે શિક્ષક દ્વારા પોલીસ સ્ટેશનમાં અધિકૃત સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું છે.