Ahmedabad: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના પ્લેટિનમ જ્યુબિલી (Ahmedabad Management Association Platinum Jubilee) ઉજવણી વર્ષ દરમિયાન વર્ષ 2026-2027 માટેની AMAની પ્રથમ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક (AMA Executive Committee Meeting) 2 નવેમ્બર 2026ના રોજ યોજાઈ હતી. આ બેઠક દરમિયાન AMAની સ્ટ્રેટેજિક થિંક ટેન્ક દ્વારા પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી માટેના વિશેષ વિઝનને લોન્ચ કરવામાં આવ્યું હતું.
પ્લેટિનમ જ્યુબિલી વર્ષના મુખ્ય શૈક્ષણિક ક્ષેત્રો
આ તકે AMAના પ્રમુખ રાજીવ ગાંધીએ કાઉન્સિલને સંબોધિત કરીને વર્ષના મુખ્ય ઉદ્દેશ્યો નિર્ધારિત કર્યા હતા. પ્લેટિનમ જ્યુબિલી વર્ષ માટેના મુખ્ય સ્ટ્રેટેજિક શૈક્ષણિક ક્ષેત્રો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે:
1. મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)
2. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ
3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ
આ પ્રસંગે AMAના ઉપપ્રમુખ મોહલ સારાભાઈએ સંસ્થાની મુખ્ય ક્ષમતા એવા શૈક્ષણિક પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં સમાજ અને વ્યાવસાયિક જગતની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ અભ્યાસક્રમોને વધુ ગુણવત્તાસભર અને બહેતર બનાવવામાં આવશે.
58 સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને વહીવટી માળખું
AMCની સંચાલક એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એકંદર 58 સભ્યોનો સમાવેશ થાય છે:
18 પૂર્વ પ્રમુખો
11 ચૂંટાયેલા સભ્યો
1 કો-ઓપ્ટેડ (સહ-ચૂંટાયેલ) સભ્ય
28 આમંત્રિત સભ્યો
સંસ્થાના વહીવટી અને સંચાલન અંગેના નિર્ણયો લેવા માટે દર મહિનાના પ્રથમ સોમવારે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાય છે. દૈનિક વહીવટ એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિત અને તેમની ટીમ દ્વારા સંભાળવામાં આવે છે.
70 વર્ષનો મજબૂત વારસો
ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા વર્ષ 1956 માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી અને તેઓ જ તેના સ્થાપક પ્રમુખ હતા. એએમએ જ્ઞાન અને અનુભવના માધ્યમથી મેનેજમેન્ટ ક્ષેત્રમાં 70 વર્ષની સેવાઓનો ભવ્ય અને મજબૂત વારસો ધરાવે છે. ઉદ્યોગોમાં આવતા નવા પરિવર્તનો પ્રત્યે જાગૃત રહીને પ્રોફેશનલ્સને ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવું એ એએમએનો મુખ્ય ધ્યેય રહ્યો છે.
આ પ્રથમ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં પ્રમુખ રાજીવ ગાંધી, ઉપપ્રમુખ મોહલ સારાભાઈ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિત, પ્રશાંત ગાંધી, એસ.બી. ડાંગાયચ, પ્રો. પ્રદ્યુમ્ન વ્યાસ, અમોલી શાહ, અંકુર પટેલ, રીના ભગવતી, વિશ્વેશ પટેલ, પદ્મડૉ. જે. એમ. વ્યાસ, સંદીપ એન્જિનિયર, ડૉ. જૈમિન વાસા, કાર્તિકેય વી. સારાભાઈ, પદ્મિન બુચ અને ડૉ. સુનીલ પારેખ સહિત કમિટીના અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા.
