કોર્પોરેટ રોડ અને SG હાઇવે જનારા માટે મોટા સમાચાર: મકરબા બ્રિજ પાસેનો રસ્તો હવે બમણાથી વધુ પહોળો બનશે

અમદાવાદના મકરબા બ્રિજ પાસે કેપ્સ્યુલ પ્રયોગ ફેલ જતાં AMCનો મોટો નિર્ણય. SG હાઇવે તરફ જતો 450 મીટરનો રોડ 16થી વધારી 40 મીટર વોલ ટુ વોલ પહોળો કરાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 03 Oct 2026 07:43 AM (IST)Updated: Sat, 03 Oct 2026 07:43 AM (IST)
ahmedabad-makarba-bridge-traffic-solution-road-widening-sg-highway-corporate-road-amc

Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઇવે અને મકરબા વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં ખુલ્લા મૂકાયેલા મકરબા બ્રિજ ખાતે કેપ્સૂલ ડિઝાઈન પ્રયોગ નિષ્ફળ જતાં હવે બ્રિજના છેડેથી એસ.જી. હાઈવે તરફ જતાં 450 મીટરના રોડને વોલ ટુ વોલ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કેપ્સ્યુલ ડિઝાઇનથી ટ્રાફિકની સમસ્યા

આ નવા આયોજન હેઠળ હાલના 16 મીટર પહોળા રોડ વધારીને 40 મીટર પહોળો કરવામાં આવશે, જેથી આ વિસ્તારમાં રોજિંદી અવરજવર કરતાં વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી શકે. ગત 24 સપ્ટેમ્બરના રોજ મકરબા બ્રિજ ખુલ્લો મૂકાયા બાદ તેની ડિઝાઈનના લીધે ભારે હોબાળો સર્જાયો હતો.

પ્રથમ દિવસે જ ટ્રાફિક જામની સ્થિતિ

બ્રિજનો એક છેડો સીધો કોર્પોરેટ રોડ પરની ચોકડી પર ઉતરતો હોવાથી પ્રથમ દિવસે જ ત્યાં વાહનોની કતારો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક નિયંત્રણ માટે તંત્ર દ્વારા કોર્પોરેટ રોડનો એક ભાગ બંધ કરી કેપ્સ્યુલ પોઈન્ટ બનાવાયો હતો. જોકે, આ પ્રયોગના લીધે કોર્પોરેટ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. અને ટ્રાફિકનું ભારણ એસ.જી. હાઇવે તરફ જતા રોડ પર શિફ્ટ થઈ ગયું હ

વોલ ટુ વોલ રોડથી વાહનચાલકોને રાહત મળશે

કેપ્સ્યુલ મોડેલની નિષ્ફળતા બાદ હવે AMC દ્વારા 450 મીટરના રસ્તાને 40 મીટર પહોળો કરી વોલ ટુ વોલ ડેવલપ કરવાનો નિર્ણય લેવાયો છે. રોડની પહોળાઈ વધવાથી એસ.જી. હાઇવે અને કોર્પોરેટ રોડ વચ્ચે વાહનોની અવરજવર સરળ બનશે અને આગામી દિવસોમાં મકરબા ચોકડી પરનો વારંવારનો ટ્રાફિક જામ હળવો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.