Ahmedabad શહેરમાં લક્ઝરી કારોનું ધૂમ વેચાણ; મોંઘવારી વચ્ચે લોકોએ 1 કરોડથી વધુની કારો ખરીદી, જાણો કયા RTOમાં નોંધાઈ સૌથી મોંઘી કાર

અમદાવાદમાં મોંઘવારી વચ્ચે પણ પ્રીમિયમ કારનું ધૂમ વેચાણ થયું છે. છેલ્લા 13 મહિનામાં ₹1 કરોડથી વધુની 200 અને ₹3 કરોડથી મોંઘી 4 લક્ઝરી કાર રજીસ્ટર થઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 08 May 2026 10:26 AM (IST)Updated: Fri, 08 May 2026 10:26 AM (IST)
ahmedabad-luxury-cars-sales-record-200-premium-cars-rto-registration

Ahmedabad News: આજના યુગમાં કાર ખરીદવી દરેક પરિવારનું એક મોટું સપનું હોય છે. મિડલ ક્લાસ લોકો ઓછા બજેટની કારો ખરીદે છે. તેની સાથે સાથે માલેતુજાર લોકો લક્ઝુરિયસ અને બ્રાન્ડેડ કારો ખરીદે છે.જેથી તેની ડિમાન્ડમાં સતત વધારો જોવા મળ્યો છે. શહેરમાં છેલ્લા 13 મહિનામાં 25 લાખથી વધુની કિંમતની કુલ 77,315 કારોનું વેચાણ થયું છે. કારોના મૂલ્યની વાત કરીએ તો, અંદાજે 11,5,97 કરોડ જેટલી થાય છે. જ્યારે બીજી બાજુ 87 લાખ સુધીની કિમતો ધરાવતી 198 કરોડની પ્રીમિયમ ક્વોલિટીની કારોનું વેચાણ થવા પામ્યું છે.

લોકોમાં મોંઘી કારો ખરીદવાનો ક્રેઝ વધ્યો

અમદાવાદ શહેરમાં વેપારી વર્ગ અને નોકરિયાત વર્ગના લોકો કાર ખરીદવામાં ખૂબ જ રસ ધરાવી રહ્યા છે. RTOના આકડા પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલ, સુભાષ બ્રિજ અને બાવળા RTOમાં લક્ઝુરિયસ કાર ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. 3 RTO કચેરીમાં 1 એપ્રિલ 2025 માંડીને 30 એપ્રિલ 2026 સુધીમાં રુ.6 લાખથી રુ.4 કરોડની કિમતની આશરે 81632 કારોની નોંધણી થઈ છે. ઉપરાંત, 3 કરોડથી વધારે કિંમતની 1 કાર બાવળા અને 3 કાર સુભાષબ્રિજ RTO કચેરીમાં કુલ 4 બ્રાન્ડેડ કારોની નોંધણી થઈ છે. લોકો દ્વારા 2થી 4 કરોડની 23 કારો અને દોઢથી બે કરોડની 61 કારોનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

કાર ખરીદવાનો ટ્રેન્ડ બદલાયો

ડીલર્સના મતાનુસાર, આગામી સમયમાં લોકો જેગુઆર, BMW,પોર્શે,ઓડી, મર્સિડીઝ, ફેરારી, બેન્ટલી અને વોલ્વો જેવી કારોનું વેચાણ વધશે. લક્ઝુરિયસ અને બ્રાન્ડેડ કારો અગાઉ બિઝનેસમેન, ખેલાડીઓ અને રાજકીય નેતાઓ જ કારો ખરીદતા હતા. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે વકીલ, ડોક્ટર, આઈટી સેક્ટરના ટોચના અધિકારીઓ અને ક્લાસ 1-2ના અધિકારીઓ 1 કરોડથી વધુની લક્ઝુરિયસ કારો ખરીદવી તેમની પહેલી પસંદ બની છે. કાર ખરીદવાથી તેમની શાનમાં વધારો થશે માનીને લોકો કારને ખરીદી રહ્યા છે.