Ahmedabad Latest And Breaking Live Updates: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્વની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી છે. જેમાં ઝૂ સુપ્રિટેન્ડન્ટ તરીકે સર્વ શાહની નિમણૂક કરવામાં આવી છે. ઘાટલોડિયાની સોસાયટીમાં આવતીકાલે 851 દિવાની શેષનાગની આરતી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્વની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી છે. જેમાં ઝૂ સુપ્રિટેન્ડન્ટ તરીકે સર્વ શાહની નિમણૂક કરવામાં આવી છે. ઈજનેર ખાતામા એડીશનલ સીટી ઈજનેર તરીકે રાકેશ પી બોડીવાલા, પ્રેમલ આર શેઠ અને સંજય જે સુથારને એક વર્ષના પ્રોબેશ પર નિમણૂક આપવામાં આવી છે.
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી શ્રીકુંજ સોસાયટીમાં આવતીકાલે 21 ઓક્ટોબરના રોજ નવરાત્રીના સાતમના દિવસે 851 દિવાની શેષનાગની આરતી અને વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ વિમલ વ્યાસનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે નવનિયુક્ત ન્યાયાધીશ વિમલ વ્યાસને શપથ લેવડાવ્યા હતા. આ તકે કાયદામંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
"સ્વચ્છતા હી સેવા"..આજે બહેરામપુરા વોર્ડ નો લિગાસી સ્પોટ રિમૂવલ કાર્યક્રમ રિવર ફ્રન્ટ ઉપર આઇ પી મિશન કબ્રસ્તાનથી વઢીયારી વાસ (રામ રહીમ ટેકરો)* વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સાબરમતી રિવરફ્રન્ટ ટીમ દ્વારા રિવરફ્રન્ટ પશ્ચિમ બાજુ સરદાર બ્રિજ નીચે પ્લાઝા વોક્વે, એન.આઈ.ડી. પાછળનું ગ્રાઉન્ડ તથા પોલીસ સ્ટેશન ની આજુ બાજુના એરિયામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી તેમજ સૌ નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપી, શહેરને સ્વચ્છ બનાવવા જાગરૂકતા પણ આપવામાં આવી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પીસીબીના દરોડા યથાવત છે. પીસીબીએ કૃષ્ણનગર વિસ્તારમાં દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડ્યું હતું. 17 લાખની રોકડ સાથે 10થી વધુ જુગારીઓ ઝડપી પાડ્યા હતા.
અમદાવાદથી બેલગામ જતી બસમાં વલસાડના પારડી પાસે આગ લાગી હતી. આ બસમાં 16 પેસેન્જર હતા. જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. આ આગને લીધે મુંબઈ-અમદાવાદ હાઈવે 2 કલાક સુધી બંધ રહ્યો હતો.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં પિતાની બીક બતાવી સગી બહેન સાથે ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. પીડિતા ધોરણ 8માં ભણતી હતી ત્યારથી લગ્ન થયા પછી પણ તેના પર દુષ્કર્મ આચરતો હતો.