Ahmedabad Kankaria Lake Diwali Timings (November 2026): આગામી દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને નવેમ્બર મહિના દરમિયાન કાંકરિયા લેકફ્ર્ન્ટ સોમવારના દિવસે પણ જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવા અંગે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળામાં દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને તારીખ 9 નવેમ્બર, 16 નવેમ્બર અને 23 નવેમ્બર, 2026 ના રોજ આવતા ત્રણેય સોમવારે અમદાવાદનું કાંકરિયા લેકફ્ર્ન્ટ પરિસર મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.
દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન નાગરિકો તથા બાળકો આ તમામ સુવિધાનો પૂરતો લાભ લઈ શકે તે હેતુથી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવાળી વેકેશનના સોમવારના દિવસો દરમિયાન કાંકરિયા લેકફ્ર્ન્ટ પરિસરમાં આવેલી તમામ રિક્રિએશનલ પ્રવૃત્તિઓ અને મુખ્ય આકર્ષણો ચાલુ રહેશે. કાંકરિયામાં નોક્ટર્નલ ઝૂ, પ્રાણી સંગ્રહાલય, નગીનાવાડી, બટરફ્લાય પાર્ક અને કિડ્સ સિટી સહિતની તમામ પ્રવૃત્તિઓ મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લી રહેશે.
અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા અમદાવાદના શહેરીજનો અને પ્રવાસીઓને કાંકરિયા લેકફ્ર્ન્ટની મુલાકાત લઈ વિવિધ મનોરંજક પ્રવૃત્તિનો આનંદ માણવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
