Ahmedabad Kankaria Lake Ticket Price Hikes: AMC દ્વારા નવી બનાવેલી બાલવાટિકા નવા રંગરૂપમાં શરૂ થઈ ગઈ છે. આ સાથે જ ટિકિટના ભાવમા વધારો કરાયો છે. લોકો અહીં 50 રૂપિયાની એન્ટ્રી ટિકિટમાં 6 એક્ટિવિટી ફ્રી માણી શકશે.આ સિવાય વધુ એક્ટિવિટીની મજા માણવા અલગથી ટિકિટ લેવી પડશે.
ઉલ્લેખનીય છે કે, તમામ એક્ટિવિટીની ટિકિટ 60 રૂપિયાથી 450 રૂપિયા સુધીની છે. 50 રૂપિયાની એન્ટ્રી ફીમાં કોઇન હાઉસ, કાચ ઘર, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન, ગ્લોવ સ્ટેશનમાં એન્ટ્રી ફ્રી માણી શકાશે.
AMCની રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું છે. તેઓના વધુમાં જણાવ્યા મુજબ રિક્રિએશનના કારણે બાલવાટિકાામાં 22 એક્ટિવિટીની મજા મુલાકાતીઓ માણી શકશે. જેમાં એન્ટ્રી ટિકિટમાં 6 એક્ટિવિટી ફ્રી માણવા મળશે. આ એક્ટિવિટીમાં કોઇન હાઉસ, કાચ ઘર, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન, ગ્લોવ સ્ટેશનમાં એન્ટ્રી ફ્રી અપાશે. જોકે અન્ય એક્ટિવિટીના રૂપિયા મુલાકાતીઓએ ચૂકવવા પડશે.
કાંકરિયા બાલવાટિકામાં સ્નોપાર્ક, ભૂલભુલૈયા, બટરફ્લાય પાર્ક, મડ બાઇકિંગ, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ફ્લાઇંગ થિયેટર જેવા 22 આકર્ષણ હશે. વેક્સ મ્યુઝિયમમાં ક્રિકેટરો, ફિલ્મ સ્ટાર તેમજ દેશના મહાનુભાવોની મીણની મૂર્તિઓ જોવા મળશે.
મહત્ત્વનું છે કે, 22 કરોડના ખર્ચે પીપીપી ધોરણે બાલવાટિકા તૈયાર કરાઈ છે. અન્ય આકર્ષણમાં ગોકાર્ટ, ડાયનાસોર પાર્ક, રોબોર્ટ રાઇડ, ગ્લોવસ્ટેશનનો સમાવેશ થાય છે. ડાઇનોસોર, હરણ ટ્રેન, લેઝી રિવર, ભુલભુલૈયા, ફલાઇંગ થિયેટર, ગ્લાસ ટાવર સ્નો-પાર્ક સહિતના આકર્ષણો ઉમેરાયા છે. વેકેશનમાં બાળકો એમ્યુઝમેન્ટ પાર્કની મજા માણી શકશે. ટૂંક સમયમાં જ ટિકિટના દર પણ નક્કી કરાશે.
આ આકર્ષણો જોવા મળશે
- આધુનિક અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ નંબર 1
- કોઇન હાઉસ ફ્રી
- એ.સી. કાચઘર ફ્રી
- શૂઝ હાઉસ ફ્રી
- લેન્ડ સ્ક્રેપ ગાર્ડન ફ્રી
- સેલ્ફી ઝોન- ૩ નંગ ફ્રી
- ગ્લોવ સ્ટેશન ફ્રી
- મુવિંગ એક્ટિવિટીમાં ડાઇનોસોર ટ્રેન,
- હરણ ટ્રેન,
- હેપી રીંગ,
- એકસ વોરિયર,
- રોયલ રાઇ ડસ,
- રોબોટ
- જમ્પિંગ એડવેન્ચર
- ડાઇનોસોર પાર્ક (20 ડાયનાસોર)
- એ.સી. બટરફલાય પાર્ક
- એ.સી. ઇલિયુઝમ હાઉસ
- ચિલ્ડ્રન ગો-કાર્ટ (5 રાઉન્ડ)
- લેઝી રિવર
- ભુલભુલૈયા
- એસી વીઆર રિયાલિટી ઝોન
- એ.સી. ફલાઇંગ થીયેટર
- મીરર મેઇઝ
- એ.સી. વેકસ મ્યુઝિયમ
- એડવેન્ચર રાઇડસ
- ગ્લાસ ટાવર
- મડ બાઇક (7 રાઉન્ડ)
- સ્નો-પાર્ક (નભોદર્શન સાથે) (વીથ જેકેટ અને બૂટ)
