Ahmedabad Jagannath Rath Yatra 2026 Video: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી અમદાવાદની ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. સેંકડો ભક્તો પોતાના આંગણે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
ભગવાન જગન્નાથની 149 માં ભવ્ય રથયાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા છે. રથયાત્રાના રૂટ પર સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. રસ્તાની આસપાસનામકાનોના ધાબા પર ચડીને શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે.
ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથ ભવ્ય અને શણગારેલા રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે. ભગવાનના રથ પહેલા રથયાત્રામાં 103 જેટલા ટ્રકો, 18 ગજરાજ અને વિવિધ અખાડા જોડાયા છે. આ અલૌકિક અને સુંદર દ્રશ્યો જોવા સેંકડોની સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા છે.
અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગ અને આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખવા માટે પોલીસે અત્યાધુનિક ડ્રોન, ચહેરાની ઓળખ કરતા કેમેરા, ઓડિયો સર્વેલન્સ અને સોશિયલ મીડિયા નિરીક્ષણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રથયાત્રામાં જોડાયેલા હાથી અને ટ્રકો પર GPS ટ્રેકર સેટ કરી નજર રાખવામાં આવી રહી છે.
