Ahmedabad Heavy Rain Today, September 18: અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં આજે 18 સપ્ટેમ્બર, શુક્રવારે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલા સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીના વરસાદના આંકડા અનુસાર શહેરમાં માત્ર 4 કલાકમાં સરેરાશ 70.33 મીમી એટલે કે 2.77 ઈંચ મુશળધાર વરસાદ નોંધાયો છે.
સરખેજ અને નવરંગપુરામાં જોરદાર મેઘતાંડવ
અમદાવાદ શહેરમાં વરસાદનું સૌથી વધુ જોર સવારે 8:00 વાગ્યાથી 9:00 વાગ્યા વચ્ચે જોવા મળ્યું હતું, જ્યાં એક જ કલાકમાં સરેરાશ 45.48 મીમી વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 89.43 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સૌથી વધુ 5.2 ઈંચ, બાકરોલ ખાતે 4.3 ઈંચ અને સરખેજ ખાતે 98.50 મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં સરેરાશ 84.50 મીમી વરસાદ પડ્યો છે. જેમાં નવરંગપુરામાં 4.29 ઈંચ, વાસણામાં 4.13 ઈંચ, ટાગોર કંટ્રોલ ખાતે 93 મીમી અને રાણીપમાં 77 મીમી વરસાદ વરસ્યો હતો. મધ્ય ઝોનમાં સરેરાશ 75.13 મીમી વરસાદ નોંધાયો, જેમાં કાલુપુરમાં 95 મીમી, દુધેશ્વરમાં 80 મીમી અને અસારવામાં 80 મીમી વરસાદ ખાબક્યો હતો.
સૌથી વધુ વરસાદ નોંધાયેલા ટોપ 10 વિસ્તાર
| ઝોન (Zone) | વિસ્તાર (Location) | કુલ વરસાદ (mm) |
|---|---|---|
| South West Zone | સરખેજ અર્બન હેલ્થ (Sarkhej Urban Health) | 132.50 |
| South West Zone | બાકરોલ (Bakrol) | 110.00 |
| West Zone | નવરંગપુરા (Navrangpura) | 109.00 |
| West Zone | વાસણા (Vasna) | 105.00 |
| South West Zone | સરખેજ (Sarkhej) | 98.50 |
| Central Zone | કાલુપુર (Kalupur) | 95.00 |
| West Zone | ટાગોર કંટ્રોલ (Tagore Control) | 93.00 |
| South Zone | લંભા (Lambha) | 91.50 |
| North West Zone | મેમનગર (Memnagar) | 88.00 |
| North West Zone | ચાંદલોડિયા (Chandlodiya) | 81.50 |
દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનના વરસાદી આંકડા
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સરેરાશ 74.57 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં મેમનગરમાં 88 મીમી, ચાંદલોડિયામાં 81.50 મીમી, બોડકદેવમાં 76.00 મીમી અને ગોતામાં 76.50 મીમી વરસાદ વરસ્યો છે. દક્ષિણ ઝોનમાં સરેરાશ 71.38 મીમી વરસાદ પડ્યો છે, જેમાં લાંભામાં91.50 મીમી, ઈન્દ્રપુરીમાં69.00 મીમી અને મણિનગરમાં 68.00 મીમી વરસાદ થયો હતો.
પૂર્વ ઝોનમાં સરેરાશ 52.69 મીમી વરસાદ વરસ્યો છે, જેમાં વિરાટનગરમાં 63.50 મીમી, ચકુડિયામાં 62.00 મીમી અને વસ્ત્રાલમાં 56.50 મીમી વરસાદ નોંધાયો છે. ઉત્તર ઝોનમાં સરેરાશ 44.60 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં મેમકોમાં 58.50 મીમી અને સરદારનગરમાં 58.00 મીમી વરસાદ પડ્યો હતો.
વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા, પાણી છોડાયું
ભારે વરસાદ અને ઉપરવાસથી પાણીની સતત આવકને પગલે વાસણા બેરેજના કુલ 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 25 થી 29 નંબરના દરવાજા 3 ફૂટ અને 16 થી 24 નંબરના દરવાજા 2 ફૂટ સુધી ખોલીને સાબરમતી નદીમાં 21,976 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે.
