Ahmedabad: અમદાવાદ શહેર વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું યજમાન શહેર છે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સ શરુ થાય તે પહેલા જ અમદાવાદ શહેરને સુંદર અને હરિયાળું બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને ગાર્ડન વિભાગ દ્વારા કામગીરીનો ધમધમાટ પ્રારંભ કરી દેવાયો છે.અમદાવાદ શહેરમાં પસાર થતાં 13 કિમીના મેટ્રો રુટ પર ગાર્ડન ડેવલપમેન્ટ કરવાની યોજના ગોઠવાઈ છે.
સમીક્ષા બેઠકમાં કરાઈ રજૂઆત
કોમનવેલ્થ 2030ના આયોજનને લઈને મનપા દ્વારા મેટ્રો રુટ પર ગાર્ડન સહિત હાલમાં વિવિધ વિસ્તારોમાં મનપા હસ્તક રહેલા ઓક્સિજન પાર્ક અને ગાર્ડનના પુન:વિકાસ કરવામાં આવનાર છે. મનપા કમિશનર બંછાનિધિ પાની સાથે ગાર્ડન અને એસ્ટેટ શાખાના અધિકારીઓએ વીકલી રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંજૂરી રજૂ ઉપર ગ્રીન કવર એરિયા વધારવા અંગે બંને ત્રણ વાર રજૂઆત કરવામાં આવી હતી.
મનપા દ્વારા ગાર્ડનનું બ્યુટિફિકેશન
બેઠકમાં મેટ્રો પિલર્સ અને બ્રિજ નીચે આશરે 13 કિલોમીટરમાં અર્બન ડિસ્ટ્રીક્ટની સાથોસાથ ગાર્ડનનો વિકાસ કરીને તેના વર્ષ સુધીના ઓપરેશન અને મેન્ટેનન્સ સહિતની કામગીરી કરવા ઇચ્છતા બિડરો પાસેથી ઓફર મંગાવાઈ છે. જે બિડરને કામનો ઓર્ડર મંજૂર કરાશે. તેમને જ જાહેરાતના હક અપાશે. આ કામો ની સાથે સાથે મનપાના વિવિધ વોર્ડ વિસ્તારોમાં રહેલા તળાવોનું બ્યુટીફિકેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે,
ઓક્સિજન પાર્કોનું રિ-ડેવલપમેન્ટ
અસારવા તળાવ અને તેની આસપાસના બાગ બગીચાઓના પુન:વિકાસ માટે 15.57 કરોડનું ટેન્ડર જાહેર કરાયું છે. અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં 103 ઓક્સિજન પાર્ક આવેલા છે આ તમામ પાર્કોનું રિ ડેવલપમન્ટ કરવાની કામગીરી કરાશે તેવું જાણવા મળ્યું છે.
