અમદાવાદની કોસ્મોસ કેસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અનોખી 'શૈક્ષણિક રથયાત્રા'ની ભવ્ય ઉજવણી: 800 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

અમદાવાદના બોપલ સ્થિત કોસ્મોસ કેસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભગવાન જગન્નાથજીની શૈક્ષણિક રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 15 Jul 2026 11:25 AM (IST)Updated: Wed, 15 Jul 2026 11:25 AM (IST)
ahmedabad-grand-celebration-of-a-unique-educational-rath-yatra-at-cosmos-castle-international-school

Cosmos Castle School Educational Rath Yatra: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી કોસ્મોસ કેસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રીન કેમ્પસ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણના અનોખા સંગમ સમાન "શૈક્ષણિક રથયાત્રા"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં શાળાના 800 થી વધુ વિદ્યાર્થીઓ, 300 થી વધુ વાલીઓ અને 100 થી વધુ શિક્ષકો તથા બિન-શિક્ષક સ્ટાફના સભ્યોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસર આ પ્રસંગે ભક્તિ, એકતા અને સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું.

કોસ્મોસ સ્કૂલ દ્વારા રથયાત્રાની ઉજવણી

આ પવિત્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રિન્સિપાલ તનુ મંગલાના નેતૃત્વમાં અને સ્થાપક ટ્રસ્ટી સુરેશ અગરવાલ તથા ચારુ અગરવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને દેવી સુભદ્રાજીના વૈદિક મંત્રોચ્ચાર સાથેના પૂજન અને આરતીથી થયો હતો. આ પ્રસંગે સમગ્ર શાળા પરિવારે દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય, સદબુદ્ધિ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

naidunia_image

રથયાત્રાની સૌથી વિશિષ્ટ બાબત શું?

આ રથયાત્રાની સૌથી વિશિષ્ટ બાબત તેની શૈક્ષણિક પ્રસ્તુતિ રહી હતી. ધોરણ 1 ના નાના વિદ્યાર્થીઓએ પવિત્ર રથ ખેંચીને પોતાની શૈક્ષણિક સફરના પ્રથમ પગથિયાનું જીવંત પ્રતીક રજૂ કર્યું હતું. બીજી તરફ, ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ આ યાત્રામાં જોડાઈને તેમના શાળા જીવનની સફળ પૂર્ણાહુતિ અને ઉચ્ચ શિક્ષણના નવા અધ્યાયમાં પ્રવેશની તૈયારીના દર્શન કરાવ્યા હતા.

વારસાનું હસ્તાંતરણ; રથયાત્રાનો સુંદર સંદેશ

કાર્યક્રમની સૌથી હૃદયસ્પર્શી અને ભાવનાત્મક ક્ષણ "વારસાનું હસ્તાંતરણ" (Passing of the Legacy) રહી હતી. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ રથની પવિત્ર દોરી ધોરણ 1 ના નાના ભૂલકાઓને અર્પણ કરી હતી. આ પ્રક્રિયા જ્ઞાન, સંસ્કાર, નેતૃત્વ, જવાબદારી, કરુણા અને સેવા ભાવના જેવા પવિત્ર જીવનમૂલ્યોને એક પેઢી દ્વારા બીજી પેઢીને સોંપવાનું પ્રતીક બની રહી હતી. આ પ્રેરણાદાયી દૃશ્ય દ્વારા ભારતીય સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનો સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

naidunia_image

શૈક્ષણિક રથયાત્રાનું મુખ્ય આકર્ષણ

યાત્રામાં શાળાનું મ્યુઝિક બેન્ડ મુખ્ય આકર્ષણ રહ્યું હતું, જેણે ભવ્ય પરેડ સાથે રથયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે વાલીઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓ બાળકના જીવનના પ્રથમ ગુરુ અને શિક્ષણયાત્રાના મહત્વના સહયાત્રી છે. મહોત્સવના અંતે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને આનંદમય ગરબાની રમઝટ બોલાવી હતી, જેણે એકતા અને ભારતીય સંસ્કૃતિનો અનોખો માહોલ સર્જ્યો હતો.

'શિક્ષણ' સર્વાંગી વિકાસની આજીવન યાત્રા

સ્થાપક ટ્રસ્ટી સુરેશ અગરવાલે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે દરેક બાળકની શૈક્ષણિક યાત્રા પવિત્ર છે અને શાળાનું સ્વપ્ન એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું છે જે ભારતીય સંસ્કૃતિમાં દ્રઢ મૂળ ધરાવતા હોય અને વૈશ્વિક સ્તરે જવાબદાર નાગરિક બને. સ્થાપક ટ્રસ્ટી ચારુ અગરવાલે ઉમેર્યું હતું કે ,આવી અર્થપૂર્ણ ઉજવણીઓ દ્વારા બાળકોને ભારતની સમૃદ્ધ વિરાસત સાથે જોડીને માનવતાના માર્ગે આગળ વધવા પ્રેરિત કરવામાં આવે છે. આ અનોખી પહેલ ફરી એકવાર સાબિત કરે છે કે, કોસ્મોસ કેસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સર્વાંગી વિકાસ અને ચારિત્ર્ય નિર્માણની આજીવન યાત્રા છે.