Ganesh Visarjan Ahmedabad: અમદાવાદ મનપા દ્વારા વિવિધ ઝોનમાં કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરાયા; જુઓ તમારા નજીકના સ્થળોની યાદી

સાબરમતી નદીના કિનારે કોતરપુર ગામ ખાતે 2 કુંડ, ભદ્રેશ્વર સ્મશાન પાસે 2 કુંડ તેમજ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે 2 કુંડ મળીને કુલ 6 વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 18 Sep 2026 06:41 PM (IST)Updated: Fri, 18 Sep 2026 06:41 PM (IST)
ahmedabad-ganesh-visarjan-check-the-list-of-ganesh-idol-immersion-ponds-near-you

Ahmedabad News: ગણેશ મહોત્સવના પાવન પર્વની પૂર્ણાહુતિના ભાગરૂપે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદી તેમજ સ્થાનિક તળાવોને પ્રદૂષણથી મુક્ત રાખવા માટે તંત્ર દ્વારા ઠેર-ઠેર પવિત્ર વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. નાગરિકો પોતાના ઘર આંગણે સ્થાપિત કરેલા વિઘ્નહર્તાનું પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આસ્થાભેર વિસર્જન કરી શકે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, નદી કે તળાવના કુદરતી જળસ્ત્રોતોમાં મૂર્તિઓ પધરાવવાને બદલે આ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવાથી પાણી દૂષિત થતું અટકશે અને જળચર સૃષ્ટિનું પણ રક્ષણ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ઝોન વાઇઝ વિસર્જન કુંડની યાદી જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.

ઉત્તર ઝોનમાં ઊભા કરાયેલા વિસર્જન કુંડ

  • સરદારનગર: આ વોર્ડમાં સાબરમતી નદીના કિનારે કોતરપુર ગામ ખાતે 2 કુંડ, ભદ્રેશ્વર સ્મશાન પાસે 2 કુંડ તેમજ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે 2 કુંડ મળીને કુલ 6 વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સૈજપુર: સૈજપુર તળાવ પાસે નાગરિકોની સુવિધા માટે 2 કુંડ તૈયાર કરાયા છે.

દક્ષિણ ઝોનમાં વિસર્જનના સ્થળો

  • મણિનગર: મણિનગર ખાતે આવેલા ઢેડકી નર્સરી ગાર્ડન પાસેના પ્લોટમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે.
  • ખોખરા: ધોકાસર કેનાલ પાસે આવેલા ઇરિગેશન વિભાગના પ્લોટમાં વિસર્જનની સગવડ ઊભી કરાઈ છે.
  • વટવા: આકૃતિ ટાઉનશીપ ચાર રસ્તા પાસે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે.
  • લાંભા: સ્વામી સમર્થ રોડ પર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં નાગરિકો મૂર્તિ વિસર્જન કરી શકશે.

પશ્ચિમ ઝોનના નિર્ધારિત કુંડની વિગત

  • પાલડી: પાલડી વોર્ડમાં એન.આઈ.ડી. (NID) ની પાછળ તેમજ એન.આઈ.ડી. ગ્રીપ લાઈન પાછળ વિસર્જન કુંડની વ્યવસ્થા કરાઈ છે.
  • ચાંદખેડા: ટી.પી. 44, ડ્રાફ્ટ પ્લોટ નંબર 248, ફાયર સ્ટેશન પાસે તેમજ ટી.પી. 45, ડ્રાફ્ટ પ્લોટ નંબર 158, ચાંદખેડા ગામ, બળીયાદેવ મંદિર પાસે કુંડ કાર્યરત કરાયા છે.
  • સાબરમતી: સાબરમતી વોર્ડમાં ઓઢા ગાર્ડન પી.વી.વી.આર. પાસે તેમજ ટી.પી. 23, ડ્રાફ્ટ પ્લોટ નંબર 752 મ્યુનિસિપલ પ્લોટ, ગંગારામ ફ્લેટની બાજુમાં, સાબરમતી રેલવે સ્ટેશનની સામે કુંડ તૈયાર કરાયા છે.
  • રાણીપ: રાણીપ વોર્ડમાં કબીબાગ તળાવ પાસે અને આદવાડીયા તળાવ પાસે વિસર્જન કુંડ બનાવાયા છે.
  • નવરંગપુરા: નવરંગપુરા વોર્ડમાં વલ્લભસદન પાસે અને સાહિત્ય પરિષદ પાસે વિસર્જનની સુવિધા ઉપલબ્ધ છે.
  • નારાણપુરા: નારાણપુરા વોર્ડમાં પલ્લવ ચાર રસ્તા પાસે આવેલી સંસ્કાર ભારતી સોસાયટી નજીક કુંડ બનાવવામાં આવ્યો છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનના વિસર્જન સ્થળો

  • ગોતા: ગોતા વેજીટેબલ માર્કેટ ચાર રસ્તા પાસે, દેવનગર ગામ ચાર રસ્તા તેમજ સાયન્સ સીટી રોડ પર આવેલી આર.કે. રોયલ હોટલની બાજુમાં કુંડ તૈયાર કરાયા છે.
  • બોડકદેવ: સિંધુભવન રોડ પર આઇકોનિક 1010 હોસ્પિટલ પાસે, મલ્ટી લેવલ પાર્કિંગની સામેની ગલીમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે.
  • થલતેજ: હેબતપુર ચાર રસ્તા ગ્રાઉન્ડ મેન રોડ પર ગુલ્મોહર પાર્ટી પ્લોટની બાજુમાં વિસર્જનની વ્યવસ્થા કરાઈ છે.
  • ચાંદલોડીયા: વંદે માતરમ રોડ પર સેન્ટર પોઈન્ટ પાસે આઈફ્રોનિક ફૂલર નજીક કુંડ ઊભો કરાયો છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોન હેઠળના કુંડ

  • જોધપુર: વ્રજભૂમિ હવેલી પાસે આવેલા મ્યુનિસિપલ પ્લોટ તેમજ જૈન દેરાસર પાસે આવેલા મ્યુનિસિપલ પ્લોટમાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સરખેજ: સરખેજ આઈ.ટી.આઈ. (ITI) ની બાજુમાં તેમજ સિમંધાર સોસાયટીની સામે આવેલા મ્યુનિસિપલ પ્લોટમાં કુંડ તૈયાર કરાયા છે.