Ahmedabad Flower Show 2026 Timings: નોંધી લેજો એન્ટ્રી અને એક્ઝિટનો સમય, મુલાકાતીઓ માટે AMCએ જાહેર કર્યા નવા નિયમો

રવિવાર અને જાહેર રજાઓના દિવસે ભીડ વધવાની શક્યતા હોવાથી મુલાકાતીઓને વહેલા આવવા અથવા ઓનલાઇન ટિકિટ મેળવી લેવા તંત્રએ અપીલ કરી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 30 Dec 2025 12:07 PM (IST)Updated: Tue 30 Dec 2025 12:07 PM (IST)
ahmedabad-flower-show-2026-timings-dates-ticket-price-venue-location-entry-gates-sabarmati-riverfront-664606

Ahmedabad Flower Show 2026 Timings: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ભવ્ય ફ્લાવર શો 2026 માટે મુલાકાતીઓના પ્રવેશ સમય (Entry Time) અને સ્લોટ્સની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ભીડને નિયંત્રિત કરવા અને મુલાકાતીઓનો અનુભવ વધુ યાદગાર બનાવવા માટે તંત્રએ સમયપત્રકમાં ખાસ ફેરફારો કર્યા છે.

સામાન્ય મુલાકાતીઓ માટેનો સમય

ફ્લાવર શો સામાન્ય જનતા માટે સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ સમય દરમિયાન મુલાકાતીઓ નિર્ધારિત ટિકિટ દરો (સોમ-શુક્ર રૂ. 80 અને શનિ-રવિ રૂ. 100) ચૂકવીને પ્રવેશ મેળવી શકશે. 12 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે આ સમયગાળામાં એન્ટ્રી ઉપલબ્ધ રહેશે.

ખાસ VIP સ્લોટ્સની વ્યવસ્થા

જે મુલાકાતીઓ ભીડભાડ વગર શાંતિથી ફ્લાવર શો નિહાળવા માંગતા હોય અથવા ફોટોગ્રાફીના શોખીન હોય, તેમના માટે AMC દ્વારા આ વર્ષે ખાસ VIP સ્લોટ્સ જાહેર કરવામાં આવ્યા છે.

  • સવારનો VIP સ્લોટ: સવારે 8:00 થી 9:00 વાગ્યા સુધી.
  • રાત્રિનો VIP સ્લોટ: રાત્રે 10:00 થી 11:00 વાગ્યા સુધી.
  • ફી: આ ખાસ સ્લોટમાં પ્રવેશ મેળવવા માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવશે.

ઓનલાઇન ટિકિટિંગ અને એન્ટ્રી પ્રોસેસ

AMC દ્વારા એન્ટ્રી ગેટ પર લાઈનો ઘટાડવા માટે QR કોડ સ્કેનિંગ દ્વારા ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ ઓનલાઇન ટિકિટ બુક કરતી વખતે જ પોતાનો સમય પસંદ કરી શકશે. ઓનલાઇન ટિકિટ મોબાઈલ પર બતાવીને સીધો જ ગેટ પરથી પ્રવેશ મેળવી શકાશે.

મુલાકાતીઓ માટે અગત્યની સૂચનાઓ

  • છેલ્લો પ્રવેશ: રાત્રે 10:00 વાગ્યા પછી સામાન્ય મુલાકાતીઓ માટે એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે.
  • અટલ બ્રિજ એન્ટ્રી: જે મુલાકાતીઓએ કોમ્બો ટિકિટ લીધી હશે, તેમને જ ફ્લાવર શોથી અટલ બ્રિજ તરફ જવા દેવામાં આવશે.
  • પાર્કિંગ અને ભીડ: રવિવાર અને જાહેર રજાઓના દિવસે ભીડ વધવાની શક્યતા હોવાથી મુલાકાતીઓને વહેલા આવવા અથવા ઓનલાઇન ટિકિટ મેળવી લેવા તંત્રએ અપીલ કરી છે.
  • સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે ટ્રાફિક અને ભીડના વ્યવસ્થાપન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.