Flower Show Ahmedabad 2026 Dates: રિવરફ્રન્ટ પર ફૂલોથી કંડારાશે ભારતનો ઈતિહાસ: જાણો કયા દિવસે થશે ફ્લાવર શો 2026નું ઉદ્ઘાટન?

આ વર્ષે શોને 'ભારત-એક ગાથા' થીમ હેઠળ વધુ ભવ્ય બનાવવામાં આવી રહ્યો છે, જેમાં 170 થી વધુ થીમ આધારિત સ્કલ્પચર તૈયાર કરાઈ રહ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 28 Dec 2025 04:22 PM (IST)Updated: Sun 28 Dec 2025 04:22 PM (IST)
flower-show-ahmedabad-2026-start-and-end-dates-timings-ticket-price-entry-fee-full-details-663534

Flower Show Ahmedabad 2026 Dates, Timings, Ticket Price: અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 'ફ્લાવર શો 2026' હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મળેલી માહિતી અનુસાર, આ વર્ષે ફ્લાવર શોનું આયોજન 1લી જાન્યુઆરી 2026થી કરવામાં આવશે.

રિવરફ્રન્ટ ગાર્ડન મુલાકાતીઓ માટે બંધ

ફ્લાવર શોની આખરી તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ફ્લાવર ગાર્ડનને સામાન્ય જનતા માટે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે શોને 'ભારત-એક ગાથા' થીમ હેઠળ વધુ ભવ્ય બનાવવામાં આવી રહ્યો છે, જેમાં 170 થી વધુ થીમ આધારિત સ્કલ્પચર તૈયાર કરાઈ રહ્યા છે.

ટિકિટના નવા દરો (2026)

AMC દ્વારા આ વખતે ભીડને નિયંત્રિત કરવા માટે ટિકિટના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે:

  • સોમવારથી શુક્રવાર: 12 વર્ષથી ઉપરના નાગરિકો માટે રૂ. 80.
  • શનિવાર-રવિવાર અને જાહેર રજા: રૂ. 100.
  • VIP સ્લોટ: ભીડ વગર શાંતિથી ફૂલો નિહાળવા માટે સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 ના સમય માટે રૂ. 500 ફી નક્કી કરાઈ છે.
  • નિઃશુલ્ક પ્રવેશ: 12 વર્ષથી નીચેના બાળકો, દિવ્યાંગો અને ભારતીય સૈનિકો માટે પ્રવેશ ફ્રી રહેશે.

મુખ્ય આકર્ષણો

આ વર્ષે ફ્લાવર શોમાં દરિયા મંથનનું 60 ફૂટનું ભવ્ય સ્ટ્રક્ચર, સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા, કેરળની બોટ, નટરાજ અને આધુનિક ભારતના પ્રતીકો જેવા કે સોલાર પેનલ અને વિન્ડમિલના ફ્લોરલ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે જ AMC સતત ત્રીજા વર્ષે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પણ પ્રયત્નશીલ છે. આ વર્ષનો ફ્લાવર શો પૌરાણિક કથાઓથી લઈને આધુનિક વિકાસના કામોના સંગમ સમાન હશે.

  • ભવ્ય પ્રવેશદ્વાર: પ્રવેશદ્વાર પર ફૂલોથી તૈયાર કરાયેલા બે વિરાટ સિંહના સ્કલ્પચર મુલાકાતીઓનું સ્વાગત કરશે.
  • નેશનલ આઈકોન્સ: પ્રવેશ ઝોનમાં કમળ આકારના ફૂલના ફાઉન્ટેન અને ફૂલોથી બનેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
  • ભારતીય સંસ્કૃતિ: આ પ્રદર્શનમાં ભારતના તહેવારો, નૃત્ય કળા, રમત-ગમત અને ભવિષ્યના પ્રોજેક્ટ્સને ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવશે.
  • 7 લાખથી વધુ છોડ: 500થી વધુ પ્રજાતિના વિદેશી અને સીઝનલ ફૂલો આ વર્ષે રિવરફ્રન્ટને મહેકાવશે.