Ahmedabad: શાહપુરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા પરિવાર હોમાયો, પતિ-પત્ની અને બાળકનું કરુણ મોત

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Mon, 02 Jan 2023 09:37 AM (IST)Updated: Mon, 02 Jan 2023 09:53 AM (IST)
ahmedabad-family-killed-in-residential-house-fire-in-shahpur-husband-wife-and-child-die-tragically

અમદાવાદ. Ahmedabad News: અમદાવાદના શાહપુરમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં દંપતી અને તેમના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મૂજબ પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો ત્યારે આગ લાગી હતી અને ઘરમાં ધૂમાડો ફેલાયો હતો અને આ ધૂમાડાના કારણે ત્રણેયના મોત નીપજ્યાં છે.

ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
પરોઢીયે 5.44 વાગ્યે ફાયર બ્રિગેડને ફોન આવ્યો હતો. શાહપુર દરવાજા નજીક માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલ ન્યુ એચ કોલોનીના એક મકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી.

પરિવાર ઉંઘમાં હતો ને આગ લાગી
પરોઢિયે દંપતી અને બાળક જ્યારે ઉંઘમાં હતું, ત્યારે આગ લાગી હતી. ઉંઘમાં હોવાના કારણે પરિવારને જાણ પણ ન થઈ કે ઘરમાં આગ લાગી છે અને ધુમાડાના કારણે ત્રણેયના મોત નીપજ્યા.

આગ લાગવાનું કારણ અકબંધ
આગ લાગવાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મહામહેનતે ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે હજી સામે આવ્યું નથી.

અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છે.