Ahmedabad Demolition: ચંડોળામાં AMC દ્વારા 2.50 લાખ સ્ક્વેર મીટરના ગેરકાયદેસર દબાણો દૂર કરાશે, JCP શરદ સિંઘલે શું કહ્યું- બંદોબસ્તમાં કાર્યવાહી ચાલું

1,000થી વધુ ગેરકાયદે વસાહતીઓ ઝૂંપડા તેમજ કાચા-પાકાં મકાનો દૂર કરવા માટે AMCની 50 જેટલી ટીમો જોડાઈ છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 20 May 2025 12:34 PM (IST)Updated: Tue, 20 May 2025 12:34 PM (IST)
ahmedabad-demolition-amc-to-clear-2-5-lakh-sq-m-illegal-encroachments-in-chandola-jcp-sharad-singhal-assures-strong-action

Ahmedabad Chandola Demolition: અમદાવાદ મ્યુનિનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની આસપાસ 2.50 લાખ સ્ક્વેર ફૂટમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આજે સવારે સાત વાગ્યાથી ડિમોલિશન પાર્ટ-2 શરૂ થયું છે. જેમાં 1,000થી વધુ ગેરકાયદે વસાહતીઓ ઝૂંપડા તેમજ કાચા-પાકાં મકાનો દૂર કરવા માટે AMCની 50 જેટલી ટીમો જોડાઈ છે. AMC અને પોલીસ ટીમ સાથે રહી સાત અલગ અલગ ઝોન બનાવી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, આ પહેલાંના ફેઝ-1માં 1.5 સ્ક્વેર ફૂટ જગ્યા પરથી દબાણ દૂર કરાયું હતું. આજથી ચંડોળા ડિમોલિશનનો પાર્ટ 2 શરૂ થયો છે. પોલીસ કમિશનરે આ માટે પર્યાપ્ત બંદોબસ્ત આપ્યો છે. સિનિયર અધિકારી હાજર છે અને મને આશા છે કે સ્થાનિક લોકો સહયોગ આપી રહ્યા છે. શાંતિપૂર્વક દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ક્રાઈમ બ્રાંચના DCP અજિત રાજિયાને જણાવ્યું છે કે, ચંડોળા તળાવના હદ માપન મુજબ સત્તાવાળાઓ દ્વારા વહીવટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણ કરવામાં આવે છે કે આ કાર્યવાહી કાયદા મુજબ, કોઈપણ ભેદભાવ કે પક્ષપાત વગર સખત રીતે કરવામાં આવી રહી છે. વધુમાં, અફવાઓ ફેલાવવા, ખોટા સમાચાર પ્રસારિત કરવા અથવા હાલની શાંતિપૂર્ણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખોરવવાનો કોઈપણ પ્રયાસ કરનારાઓ સામે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. આવા ખોટા કૃત કરનારાઓ સામે ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે.