Bhupendra Patel USA visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રી પટેલ અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.
CMના નેતૃત્વમાં ડેલિગેશન US ગયું
મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન,ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં સાથે રહેવાનું છે.
ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન અમેરિકામાં વોશિંગટન ડી સી, ન્યુયોર્ક ,સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણ કારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટૂ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે.
CMના પ્રસ્થાન સમયે કલેક્ટરે પાઠવી શુભકામનાઓ
આગામી જાન્યુઆરી 2027 માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે. અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ પ્રસ્થાન સમયે કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને સફળ પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.
