Ahmedabad Demolition: ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2, DCP રવિ મોહને કહ્યું- 25 SRP કંપની અને 3 હજાર પોલીસકર્મી ઓફિસર્સ દ્વારા દબાણ હટાવવાની ડ્રાઈવ ચાલું

લગભગ 1,000થી વધુ ગેરકાયદે વસાહતીઓ ઝૂંપડા તેમજ કાચા- પાકાં મકાનો દૂર કરવા માટે AMCની 50 જેટલી ટીમો જોડાઈ છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 20 May 2025 11:32 AM (IST)Updated: Tue, 20 May 2025 11:32 AM (IST)
ahmedabad-chandola-demolition-phase-2-by-amc-srp-police-deployment

Ahmedabad Chandola Demolition: અમદાવાદ મ્યુનિનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ડિમોલિશન પાર્ટ-2 સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે. લગભગ 1,000થી વધુ ગેરકાયદે વસાહતીઓ ઝૂંપડા તેમજ કાચા- પાકાં મકાનો દૂર કરવા માટે AMCની 50 જેટલી ટીમો જોડાઈ છે. AMC અને પોલીસ ટીમ સાથે રહી સાત અલગ અલગ ઝોન બનાવી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

DCP રવિ મોહન સૈનીએ જણાવ્યું કે, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર દબાણ છે તેનું ફેઝ-2 અંતર્ગત AMC દ્વારા હટાવવામાં આવી રહ્યું છે. જેમાં 25 SRP કંપની અને 3 હજાર પોલીસકર્મી ઓફિસર્સ દ્વારા દબાણ હટાવવાની ડ્રાઈવ કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યારે તળાવની આસપાસના એરિયામાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે. તળાવની આસપાસ જે કન્સ્ટ્રક્શન છે તે ગેરદાયદે છે. જેને લીધે તેને ક્લિયર કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં અહીંથી જે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા હતા તેમનું ડિપોર્ટેશનની પ્રકિયા કરવામાં આવી હતી.