Ahmedabad BRTS Pass: અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. દ્વારા વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો માટે નવા પાસ મેળવવાની સુવિધા 14 જુલાઈ 2025થી શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, વિવિધ કેટેગરીના પાસ મેળવવા માટે જુદા-જુદા સ્થળો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને સરળતાથી પાસ મળી રહે. આ નવી સુવિધાથી વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોને બી.આર.ટી.એસ. સેવાનો લાભ લેવામાં સરળતા રહેશે.
અમદાવાદ BRTSના નવા પાસ માટેના સ્થળો
બી.આર.ટી.એસ.ના વિદ્યાર્થી, માસિક, ત્રિમાસિક અને સિનિયર સિટીઝન કેટેગરીના પાસ નરોડા ગામ, ભક્તિ સર્કલ, મણિનગર, સારથી, નવા વાડજ અને વાસણા એ.એમ.ટી.એસ. ટર્મિનસ ખાતેના 6 સ્થળોએથી પ્રાપ્ત કરી શકાશે.
- નરોડા ગામ એ.એમ.ટી.એસ ટર્મિનસ, કારીયા પાર્ટી પ્લોટ સામે, નરોડા ગામ
- ભકિત સર્કલ એ.એમ.ટી.એસ ટર્મિનસ, ભકિત સર્કલ બાજુમાં, નિકોલ
- મણિનગર એ.એમ.ટી.એસ ટર્મિનસ,મણિનગર રેલ્વે સ્ટેશન સામે
- સારથી એ.એમ.ટી.એસ ટર્મિનસ, સારથી બંગલોઝ બાજુમાં, ચાંદખેડા
- નવા વાડજ એ.એમ.ટી.એસ ટર્મિનસ, કીટલી સર્કલ સામે, અખબાર નગર
- વાસણા એ.એમ.ટી.એસ ટર્મિનસ, હિતેશ ચવાણા ની બાજુમાં, વાસણા
સિનિયર સિટીઝનો માટે વિશેષ વ્યવસ્થા
સિનિયર સિટીઝનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ ઉપર જણાવેલ 6 સ્થળો ઉપરાંત સારંગપુર, જુના વાડજ અને ખાનપુર એ.એમ.ટી.એસ. પાસ સેન્ટર પરથી પણ સંયુક્ત રીતે સિનિયર સિટીઝન પાસ મેળવી શકશે. આમ, સિનિયર સિટીઝનો માટે કુલ 9 સ્થળો પર પાસ મેળવવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
- સારંગપુર એ.એમ.ટી.એસ ટર્મિનસ, સારંગપુર સર્કલ પાસે
- જુના વાડજ એ.એમ.ટી.એસ ટર્મિનસ, જુના વાડજ સર્કલ પાસે
- એ.એમ.ટી.એસ પાસ સેન્ટર ખાનપુર, રીટઝ હોટેલ પાસે, ખાનપુર
અમદાવાદ BRTSના નવા પાસ મેળવવાનો સમય
પાસ મેળવવાની કામગીરી સવારે 8:15 થી બપોરે 3 કલાક સુધી ચાલશે, (બપોરે 12 થી 12:30 વાગ્યા સુધી રિસેસ રહેશે.) આ સમય દરમિયાન, ફોર્મ ભરીને, રૂબરૂમાં સંપર્ક કરીને અને ફોટો પડાવીને નિયત ફી અને કાર્ડ ફી ભરીને બી.આર.ટી.એસ.ના પાસ મેળવી શકાશે. પાસ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અને વધુ માહિતી પાસ કાઉન્ટર પરથી મળી શકશે. આ સુવિધાથી સિનિયર સિટીઝનોને પાસ મેળવવામાં વધુ સરળતા રહેશે અને તેઓ સરળતાથી બી.આર.ટી.એસ. સેવાનો લાભ લઇ શકશે.
