Ahmedabad Bomb Threat: અમદાવાદની સેટેલાઈટની નારાયણ ગુરુ સ્કૂલ-ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલને ધમકી મળતા દોડધામ

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડા સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ સી. એન વિદ્યાલય, વિદ્યાભારતી સ્કૂલને ધમકી ભર્યો મેઈલ મળ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 27 Oct 2026 11:11 AM (IST)Updated: Tue, 27 Oct 2026 11:11 AM (IST)
ahmedabad-bomb-threat-email-sparks-panic-at-narayan-guru-and-podar-schools-parents-rush-to-pick-up-kids

Ahmedabad Schools Bomb Threat Email: અમદાવાદ શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવી છે. આવી જ એક વધુ ધમકીભર્યો મેઈલ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને મળ્યો છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડા સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ સી. એન વિદ્યાલય, વિદ્યાભારતી સ્કૂલને ધમકી ભર્યો મેઈલ મળતાં શૈક્ષણિક આલમ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

શાળા પરિસરોમાં સઘન ઓપરેશન

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ શાળાના સંચાલકો દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતાં સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ તમામ શાળા પરિસરોમાં પહોચી ગઈ છે. અને બિલ્ડીંગો ખાલી કરી દેવામાં આવી છે. તમામ વર્ગખંડો, પાર્કિંગ એરિયા અને ખુલ્લી જગ્યાઓમાં કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વાલીઓ બાળકોને લેવા આવ્યા

શાળાઓમાં બોમ્બની ધમકીના સમાચાર વાયરલ થતાં જ વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને તાત્કાલિક શાળા પરિસરે પહોંચી ગયા હતા અને બાળકોને ઘરે લઈ જવા માટે લાઈનો લગાવી હતી.

મેઈલમાં શું ઉલ્લેખ છે?

ધમકી ભર્યો મેઈલ ખાલિસ્તાન નેશનલના નામે આવ્યો છે. આ ધમકી ભર્યા મેઈલમાં ઉલ્લેખ કર્યો છે કે, વાલીઓ પોતાના બાળકોને દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ન મોકલે શાળામાં 1.11 વાગે બોમ્બ બ્લાસ્ટ થશે. જ્યારે બીજી બાજુ અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા પ્રમાણે, જે પણ શાળાઓને ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. તેઓ કોઈ પણ જાતના વિલંબ વિના તાત્કાલિક નજીકના પોલીસ મથકે જઈને સૂચના આપે, આ ઉપરાંત ડીઈઓએ શાળામાંથી બાળકોને સુરક્ષિત વાલીઓને સોંપી દેવાનો આદેશ કર્યો છે.