અમદાવાદ: નિકોલ અને નરોડામાં ભારતીય માનક બ્ચુરોની ટીમના દરોડા, નકલી હોલમાર્ક વાળા 248 ગ્રામ સોનાના દાગીના જપ્ત

અમદાવાદના નિકોલ અને નરોડામાં BISની ટીમે દરોડા પાડી નકલી હોલમાર્ક અને HUID વગરના 248 ગ્રામથી વધુ સોનાના દાગીના જપ્ત કર્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 22 Jul 2026 10:50 AM (IST)Updated: Wed, 22 Jul 2026 10:50 AM (IST)
ahmedabad-bis-raids-fake-hallmark-gold-jewellery-seized-nikol-naroda

Ahmedabad News: જવેલર્સની દુકાનોમાં સોનાના દાગીના ખરીદતી પહેલા ગ્રાહકો માત્ર હોલમાર્ક જોઈને સોનાની શુદ્ધતાની ખરાઈ કરતા હોય છે. માત્ર હોલમાર્કના આધારે સોનાની શુદ્ધતા પર વિશ્વાસ કરવો પણ ક્યારેક જોખમી બની જતો હોય છે. અમદાવાદના નરોડા અને નિકોલમાંથી બે સોની વેપારીઓએ નકલી હોલમાર્ક કે હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન વગરના દાગીના ગ્રાહકોને પધરાવતા ઝડપી લીધા છે.

ભારતીય માનક બ્યુરો ટીમે રેડ પાડી

મળતી માહિતી મુજબ, ભારતીય માનક બ્ચુરોની ટીમ દ્વારા આ કામગીરી પાર પાડવામાં આવી હતી. BIS ની ટીમ દ્વારા સોમવારના રોજ નિકોલના આર. એસ ઝવેરી અને નરોડાના કૃષ્ણનગર ખાતે આવેલા સુવર્ણ આભૂષણ જવેલર્સને ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડા કામગીરી દરમિયાન બંને વેપારીઓ નકલી હોલમાર્ક વગરના દાગીના ગ્રાહકોને વેચી રહ્યા હતા.

ટીમે બંને દુકાનોમાંથી દાગીના જપ્ત કર્યા

તપાસ દરમિયાન આ બંને વેપારીઓ પાસ BIS નું માન્ય ગણાતું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન નહોતું. તો પણ વેપારીઓ હોલમાર્ક વગરના દાગીના ગ્રાહકોને વેચી રહ્યા હતા. તેમજ કેટલાક જાગીના પર HUID નંબર પણ નહોતો તેમજ દાગીના પર કરવામાં આવતું હોલમાર્કિંગ નિયમ પ્રમાણે નહોતું. ભારતીય માનક બ્યુરોની ટીમે બંને સોનાની દુકાનોમાંથી દાગીના જપ્ત કર્યા હતા.

  • આર. એસ. ઝવેરી: 134 ગ્રામથી વધુ સોનાના દાગીના
  • સુવર્ણ આભૂષણ જવેલર્સ: 114 ગ્રામથી વધુ સોનાના દાગીના

BIS હોલમાર્ક શું છે.

BIS હોલમાર્ક એ ભારતમાં ખરીદી કરવામાં આવતા સોનાના આભૂષણની શુદ્ધતા અને ગુણવત્તાની પુષ્ટિ આપતું એક સરકારી પ્રમાણપત્ર છે. જે ભારતીય માનક બ્યુરો દ્વારા સોનાના વેપારીઓને અપાતું હોય છે .

BIS હોલ માર્ક દાગીનામાં શું નિશાન હોય છે.

  • બીઆઈએસ હોલમાર્ક વાળા દાગીનામાં ત્રિકોણ સત્તાવાર લોગો હોય છે.
  • સોનાની શુદ્ધતા દર્શાવતી વિગતો કેરેટ પ્રમાણે દર્શાવાય છે.
  • હોલમાર્ક વાળા દાગીના પર HUID કોડ 6 અંકોનો વિશિષ્ટ આલ્ફાન્યૂમે્રિક કોડ હોય છે. જેના લીધે BIS CARE એપના માધ્યમથી દાગીનાની સંપૂર્ણ ચકાસણી થઈ શકે છે.