કોમનવેલ્થ 2030 પૂર્વે અમદાવાદના આ 7 વિસ્તારોમાં AUDA લાવ્યું મેગા પ્લાન, માળખાકીય સુવિધાઓમાં થશે વધારો!

ઓલિમ્પિક્સ 2036 અને કોમનવેલ્થ 2030 પૂર્વે AUDA દ્વારા અમદાવાદના વિસ્તારોમાં 7 ટીપી સ્કીમમાં રસ્તા, ગટર અને લાઈટિંગનું માળખાકીય કામ ઝડપી કરાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 11:29 AM (IST)Updated: Thu, 29 Oct 2026 11:29 AM (IST)
ahmedabad-auda-7-tp-scheme-olympics-2036-commonwealth-2030-master-plan-development
AI IMAGE

Ahmedabad News: અમદવાદ શહેરમાં આગામી સમયમાં ઓલિમ્પિક્સ 2036 અને કોમનવેલ્થ 2030નું આયોજન થવાનું છે. જેને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા શહેરના છેવાડામાં આવેલા વિસ્તારોના સુનિયોજિત વિકાસ માટે અતિ મહત્વના પગલાં ભર્યા છે. અમદાવાદમાં આયોજિત મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પૂર્વે માળખાકીય કનેક્ટિવિટી વધારવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. 7 નગર રચના યોજનાઓના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં વ્યાપ વધે તેવી કામગીરી શરુ કરાશે.

ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ પૂર્વે તૈયારીઓ શરુ

ભવિષ્યમં યોજાનારી કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક રમતગમતની ઈવેન્ટ્સને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા કનેક્ટિવિટી વધારવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ઔડાએ આ વિસ્તારોમાં રોડ નેટવર્ક મજબૂત બનાવી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. ઔડા દ્વારા કુલ 7 નગર રચના યોજનઓ પર કામગીરી હાથ ધરી છે. જેમાં અસલાલી, કરાઈ, સનાથલ અને તેલાવમાં કુલ 4 પ્રારંભિક ટીપી સ્કીમ અને ખોરજ-ખોડિયાર અને ગોધાવી-મણિપુરમાં 3 અંતિમ ટીપી સ્કીમ હેઠળ સુવિધાઓનો વ્યાપ વધારાશે.

સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરમાં થશે વધારો

ઔડાની પ્લાનિંગ શાખા દ્વારા સાતેય ટીપી સ્કીમના રસ્તાઓનો સ્થળ પર અમલ કરાવીને તેને ખુલ્લા કરવાની કામગીરી મહદંશે પૂરી કરી દેવાઈ છે. જેનાથી વાહનવ્યવહાર અત્યંત સરળ બનશે. માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ આ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ઔડાની અમલીકરણ શાખા દ્વારા નવા પહોળા રસ્તાઓનું નિર્માણ, સ્ટ્રીટ લાઈટનું નેટવર્ક, ભૂગર્ભ ગટર લાઈન અને સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી કરાશે

રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક વિકાસને નવો વેગ

સાતેય TP સ્કીમના રસ્તાઓ ખૂલી જવાથી અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થતાં સ્થાનિક નાગરિકોનું જીવનધોરણ સુધરશે. આ સાથે જ આ વિસ્તારોના રિયલ એસ્ટેટ માર્કેટ, ગ્રોથ અને ઔદ્યોગિક વિકાસને એક નવો વેગ મળશે.