અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની નાગરિકોને ચેતવણી: ચોમાસામાં 25 અંડરબ્રિજ બંધ રહેશે, જુઓ લિસ્ટ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ચોમાસાને લઈ કડક એડવાઈઝરી જાહેર કરી છે. વરસાદમાં પાણી ભરાતા બંધ થનારા શહેરના 25 અંડરપાસનું લિસ્ટ અહીં જુઓ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 07 Jun 2026 03:50 PM (IST)Updated: Sun, 07 Jun 2026 03:50 PM (IST)
ahmedabad-amc-monsoon-warning-25-underpass-list-traffic-updates

Ahmedabad News: અમદાવાદ શહેર ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની દાવેદારી કરી રહ્યું છે. ત્યારે આ બાજુ અમદાવાદ મનપાની પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખુલી પડી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનો માટે એક આશ્ચર્યજનક અને કડક જાહેર ચેતવણી આપી છે. જેમાં ચોખ્ખી સ્પષ્ટતા કરી છે કે, આગામી ચોમાસામાં જો રોડ-અંડર પાસ પર કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી મનપાની રહેશે નહી.

25 અંડરબ્રિજ અંગે ચેતવણી

અમદાવાદમાં આવેલા 25 જેટલા અંડરબ્રિજોની સ્થિતિ એવી છે કે, ચોમાસમાં માત્ર 1 ઈંચથી વધારે વરસાદ પડે તો આખો અંડરબ્રિજ સ્વિમિંગ પૂલ બની જાય છે. મનપા દ્વારા વાહનચાલકોને અગાઉથી જ ચેતવી દીધા છે. અંડરપાસમાંથી પસાર થવું ખૂબ જ જોખમી છે. જો કોઈ વાહનચાલક જીવને જોખમમાં મૂકીને અંદર જશે, તો તેની કોઈ પ્રકારની જવાબદારી મનપાની રહેશે નહી. તંત્રની આવી નીતિથી શહેરીજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

વૈકલ્પિક રુટ લાંબા હોવાથી ટ્રાફિકની સ્થિતિ

AMC દ્વારા જ્યારે અંડરબ્રિજમાં પાણીનો ભરાવો થાય ત્યારે તેનો નિકાલ પંપ વડે કરે છે. ઘણી વાર પાણી ભરાઈ જવાના પગલે બ્રિજ બંધ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે, અંડરબ્રિજોમાં વધુ પાણી ભરાઈ ગયેલું હોય તો તેને કાઢવામાં જ 2 કલાકથી વધુ નો સમય નીકળી જતો હોય છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે મનપા તંત્ર દ્વારા વાહનચાલકોને ઓવરબ્રિજ જેવા વૈકલ્પિક રુટનો ઉપયોગ કરવા જણાવે છે. પરંતુ આવા વૈકલ્પિક રુટો ખૂબ જ લાંબા હોવાથી ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે.

કયા 25 અંડરપાસ માટે ચેતવણી જાહેર કરાઈ?

  • ઉસ્માનપુરા અંડરબ્રિજ
  • સ્ટેડિયમ અંડરબ્રિજ
  • અખબારનગર અંડરબ્રિજ
  • નિર્ણયનગર અંડરબ્રિજ
  • કુબેરનગર અંડરબ્રિજ
  • મણીનગર (દક્ષિણી) અંડરબ્રિજ
  • પરીમલ અંડરબ્રિજ
  • મીઠાખળી પેડેસ્ટ્રીયન અંડરબ્રિજ
  • જી.એસ.ટી. અંડરબ્રિજ
  • કાળીગામ ડેમુ અંડરબ્રિજ
  • મીઠાખળી અંડરબ્રિજ
  • સિલ્વર સ્ટાર ચાર રસ્તા અંડરબ્રિજ
  • ચેનપુર લેક અંડરબ્રિજ
  • અગિયારસી માતા મંદિર અંડરબ્રિજ
  • ચાંદલોડીયા લેક પાસે અંડરબ્રિજ
  • આઈ.ઓ.સી.એલ. ચેનપુર ગામ પાસે અંડરબ્રિજ
  • વસ્ત્રાપુર ક્રોસિંગ અંડરબ્રિજ
  • મકરબા ક્રોસિંગ અંડરબ્રિજ
  • ચામુંડા ક્રોસિંગ અંડરબ્રિજ
  • ગીન્ની લેક અંડરબ્રિજ
  • મકરબા ક્રોસિંગ અંડરબ્રિજ
  • ઉમા ભવાની અંડરબ્રિજ
  • આઈ.ઓ.સી. રોડ, ચાંદખેડા અંડરબ્રિજ
  • કાળીગામ ગરનાળા અંડરબ્રિજ
  • ડી-કેબીન અંડરબ્રિજ
  • જલારામ અંડરબ્રિજ (પાલડી)