AMC Draft Budget: અમદાવાદના બજેટમાં બોપલ ધુમાના લોકો માટે સારા સમાચાર, વાંચો શું શું મળશે

દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 04 Feb 2026 02:56 PM (IST)Updated: Wed, 04 Feb 2026 04:31 PM (IST)
ahmedabad-amc-draft-budget-rs-17018-crore-sports-complex-elevated-corridor-proposal
HIGHLIGHTS
  • ઈસ્કોનથી વકીલ સાહેબ બ્રીજ સુધીના રોડને આઈકોનિક રોડ બનાવાશે.

Ahmedabad AMC Draft Budget 2026-27: આજે અમદાવાદ શહેરનું વર્ષ 2026-27નું ડ્રાફ્‌ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમા બોપલ- ધુમાના રહેવાસીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. આવો નજર કરીએ કે આ બજેટમાં બોપલ- ધુમામાં શું બનશે અને તેનાથી લોકોની સુવિધાઓ કેવી રીતે વધશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27 ના અંદાજપત્રમાં બોપલ અને ઘુમા વિસ્તારના વિકાસ માટે અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે.

naidunia_image

આરોગ્ય ક્ષેત્રે સુધારો

નવું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC): ઘુમા વિસ્તારમાં રહેતા નાગરિકોને ઘર આંગણે ઉત્તમ સારવાર મળી રહે તે હેતુથી 30 બેડની ક્ષમતા ધરાવતું નવું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

naidunia_image

બોપલ ધુમાના લોકોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે

  • એલીવેટેડ કોરીડોર: બોપલ એસ.પી. રીંગ રોડથી ઘુમા સુધીના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક ભવ્ય એલીવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
  • રેલ્વે અન્ડરપાસ: બોપલ વિસ્તારમાં જલધારા સોસાયટીની સામે, પોપટલાલ દાણી ઉદ્યાનથી આયોજનનગર તરફ જવા માટે નવા રેલ્વે અન્ડરપાસનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી રેલ્વે ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

અમદાવાદ શહેરમાં નવા 11 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તૈયાર કરાશે.

6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.

એલિવેટેડ કોરિડોર અને ત્રણ નવા ફ્લાયઓવર બનાવાશે

બોપલ રિંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત. તેમજ પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી

દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી.

ઈસ્કોનથી વકીલ સાહેબ બ્રીજ સુધીના રોડને આઈકોનિક રોડ બનાવાશે.
બોપલ આંબલી રોડના બ્યુટીફિકેશન માટે 32 કરોડની ફાળવણી.
બોપલ લેક માટે 2.5 કરોડની ફાળવણી.

બોપલ ધૂમાના આ કામ હાલ થઈ રહ્યા છે…..

  • ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને નેટવર્કની કામગીરી રૂા.72 કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે. ઉત્તર ઝોનમાં હાંસોલ વિસ્તાર, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સાઉથ બોપલ, દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરીઅને પીરાણા વિસ્તાર, પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ વિસ્તાર, પૂર્વ ઝોનમાં નિકોલ વોર્ડમાં).
  • IP સ્ટોર્મ વોટર નેટવર્કને લગતાં કામ
    101 કરોડના ખર્ચે શહેરના જુદા-જુદા વિસ્તારમાં અંદાજે 38 કિ.મી. વિસ્તારમાં (ટી.પી.107, 108 તથા ન્યુ મણીનગર, નિકોલ વિસ્તારમાં) સ્ટોર્મ વોટર નેટવર્ક નાંખવાનું તથા સ્ટોર્મ વોટર પંપીંગ સ્ટેશન (ટી.પી.107, 108 તથા ન્યુ મણીનગર, નિકોલ, બોપલ, ઘુમા ખાતે) બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં રાજયાળથી ચેબલી તળાવ થઈ બોપલ તળાવ સુધી લેક ઈન્ટરલીંક લાઈન નાંખવાની કામગીરી માટે 8 કરોડ.