અમદાવાદ મનપાનો માસ્ટરપ્લાન: શાકમાર્કેટની ગંદકીમાંથી બનશે બાયોગેસ, હવે તેનાથી દોડશે AMTS બસો

અમદાવાદ મનપા પીરાણા-ગ્યાસપુરમાં ₹125 કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે. શાકમાર્કેટના 2000 ટન જૈવિક કચરામાંથી બાયોગેસ બનાવી AMTS બસો ચલાવાશે. જાણો સંપાદિત વિગતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 09 Oct 2026 07:42 AM (IST)Updated: Fri, 09 Oct 2026 07:42 AM (IST)
ahmedabad-amc-biogas-plant-amts-bus-vegetable-market-waste

Ahmedabad News: અમદાવાદ મનપા દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પીરાણા-ગ્યાસપુર વિસ્તારમાં રુ.125 કરોડથી વધુના ખર્ચે બાયોગેસ સ્થાપિત કરવાની યોજના છે. આ બાયોગેસ પ્લાન્ટ દ્વારા શહેરના શાકમાર્કેટમાંથી નીકળતા જૈવિક કચરાનો ઉપયોગ કરીને બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ બાયોગેસનો ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો ચલાવવા માટે થશે.

3 વર્ષમાં કેટલા કરોડની ફાળવણી?

અમદાવાદ મનપા દ્વારા 2024-25ના બજેટમાં રુ.15 કરોડ, 2025-26માં 50 કરોડ અને 2026-27માં રુ.3 કરોડ બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે ફાળવાયા છે. કુલ ₹97 કરોડની બજેટ ફાળવણી સાથે આ પ્રોજેક્ટથી કચરાનો યોગ્ય નિકાલ થવાની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનને આવક પણ થશે.

બાયોગેસથી ચલાવાશે AMTS બસ

અમદાવાદની વિવિધ વિસ્તારોની શાક માર્કેટમાંથી દૈનિક અંદાજે 2 હજારથી વધારે જૈવિક કચરો પૈદા થાય છે. આ કચરાનો સારો ઉપયોગ થાય તે માટે તેને પ્લાન્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાશે, આ પ્લાન્ટ નિર્માણ માટે 60 હજાર ચોરસ મીટરથી વધુ જમીનની ફાળવણી કરાશે, આ પ્રોજેક્ટને પીપીપી મોડેલ હેઠળ હાથ ધરાશે, જેમાં ખાનગી કંપની રોકાણ કરશે, હાલમાં આ કચરામાંથી ખાતર બનાવાય છે, પરંતુ બાયોગેસ ઉત્પાદન પછી વધતી સ્લરીમાંથી પણ ઉચ્ચ ગુણવત્તાનું ખાતર તૈયાર કરી શકાશે. ટેન્ડર પ્રક્રિયા અને વાટાઘાટો દ્વારા નફાની વહેંચણી નક્કી કરવામાં આવશે.

પર્યાવરણ અને જાહેર આરોગ્યને થશે મોટો ફાયદો

આ બાયોગેસ પ્રોજેક્ટથી અમદાવાદ શહેને અનેકવિધ ફાયદાઓ મળશે.

  • અશ્મિભૂત ઇંધણ ઘટે: બાયોગેસનો ઉપયોગ AMTSમાં થવાથી ડીઝલ અને સીએનજી જેવા પરંપરાગત ઇંધણ પર નિર્ભરતા ઘટશે.
  • સ્વચ્છતામાં સુધારો: ખુલ્લામાં સડતા કચરા અને દુર્ગંધની સમસ્યાથી છુટકારો મળશે,
  • વૈજ્ઞાનિક નિકાલ: કચરાના યોગ્ય વર્ગીકરણ અને પ્રોસેસિંગથી પર્યાવરણીય પ્રદૂષણ અટકાવી શકાશે.