અમદાવાદમાં ઓસ્ટોડિયા દરવાજાથી એલિસબ્રિજ વચ્ચે ટ્રાફિક ઘટશે, રવિવારી બજાર રિવરફ્રન્ટમાં નક્કી કરાયેલી જગ્યાએ ભરાશે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, દર રવિવારે એલિઝબ્રિજ વિક્ટોરિયા ગાર્ડન જંકશન ખાતે ટ્રાફિક સમસ્યાના મુખ્ય કારણ સમાન રવિવારી બજારને રસ્તા પરથી દૂર કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 28 Jun 2026 03:46 PM (IST)Updated: Sun, 28 Jun 2026 03:46 PM (IST)
ahmedabad-sunday-market-ravivari-bazar-shifted-to-riverfront-to-ease-astodia-ellisbridge-traffic

Ahmedabad News: અમદાવાદમાં વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા વધી છે. મહાનગર પાલિકા દ્વારા માર્ગોની આસપાસ ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરીને સર્જાતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં આવા દબાણો દૂર કરાઇ રહ્યાં છે ત્યારે શહેરમાં ભરાતી રવિવારી બજારને લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવેથી રિવરફ્રન્ટમાં નક્કી કરવામાં આવેલી જગ્યાએ રવિવારી બજાર ભરાશે જેનાથી આસ્ટોડિયા દરવાજાથી એલિસબ્રિજ વચ્ચેનો ટ્રાફિક હળવો થશે.

રિવરફ્રન્ટની અંદર જ નિશ્ચિત જગ્યા પર રવિવારી બજાર ભરાશે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, દર રવિવારે એલિઝબ્રિજ વિક્ટોરિયા ગાર્ડન જંકશન ખાતે ટ્રાફિક સમસ્યાના મુખ્ય કારણ સમાન રવિવારી બજારને રસ્તા પરથી દૂર કરવામાં આવી છે. ફક્ત રિવરફ્રન્ટની અંદર જ નિશ્ચિત જગ્યા પર રવિવારી બજાર ભરાય તે મુજબ કાર્યવાહી હાથ ધરાઇ છે. જેના લીધે આસ્ટોડિયા દરવાજાથી એલિસબ્રિજ તરફ આવવાના રસ્તા પર ટ્રાફિકનું ભારણ મોટા પ્રમાણમાં ઘટ્યું છે.

naidunia_image

રથયાત્રા માર્ગ પર આવેલા ભયજનક મકાનો સામે સઘન કાર્યવાહી

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા માર્ગ પર આવેલા ભયજનક મકાનો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે આજે પણ કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર મોતી મહેલ બેકરી સામે આવેલા ભયજનક મકાનોના જોખમી ભાગો ઉતારવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી. જાહેર જનતા તેમજ રથયાત્રામાં ભાગ લેનારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ કામગીરી કરવામાં આવી રહી છે.

naidunia_image

18 ભયજનક મકાનોના જોખમી ભાગો દૂર કરવામાં આવ્યા

AMC દ્વારા દર વર્ષે રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર આવેલા ભયજનક મકાનોનું સર્વેક્ષણ કરીને જરૂરી સ્થળોએ કાર્યવાહી કરવામાં આવે છે. ગત વર્ષે રથયાત્રા માર્ગ પર કુલ 65 ભયજનક મકાનોના જોખમી ભાગો ઉતારવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 18 ભયજનક મકાનોના જોખમી ભાગો દૂર કરવામાં આવ્યા છે. રથયાત્રા નજીક આવતાં આગામી દિવસોમાં પણ સમગ્ર માર્ગ પર આવી કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.