અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી: 'ઓનેસ્ટ' રેસ્ટોરન્ટ સહિત 20 એકમોને સીલ કરાયા, રુ. 2.67 લાખનો દંડ વસૂલ્યો

AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે વેસ્ટ ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિક વાપરનાર નવરંગપુરાની ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત 20 એકમો સીલ કર્યા, 23 કિલો પ્લાસ્ટિક જપ્ત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 11:44 AM (IST)Updated: Sun, 01 Nov 2026 11:44 AM (IST)
ahmedabad-amc-action-honest-restaurant-sealed-west-zone-plastic-fine

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ કરનારા કોમર્શિયલ એકમો સામે કડક અને દંડનીય પગલાં લીધા છે. વેસ્ટ ઝોનમાં ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત નવરંગપુરાના કોમર્સ છ રસ્તા પાસે આવેલી પ્રખ્યાત ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત 20 એકમોને સીલ કરીને આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

3 દિવસમાં 239 એકમોનું સઘન ચેકિંગ

અમદાવાદ મનપા દ્વારા વેસ્ટ ઝોનમાં છેલ્લા 3 દિવસ દરમિયાન દિવસ અને રાતના સમયે સઘન તપાસ કામગીરીનો દોર ચાલુ રખાયો હતો. આ સ્પેશિયલ ઝુંબેશ દરમિયાન શહેરના મુખ્ય માર્ગોને ગંદા કરનારા, ગંદકી ફેલાવનારા અને પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરનારા એકમો સામે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ આકરી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી. આ ઝુંબેશ હેઠળ મનપાની ટીમે 239 એકમો પર ચેકિંગ કર્યું હતું.

2 લાખથી વધુ દંડ વસૂલ્યો

નિયમોનો ભંગ કરનારા 153 એકમોને કારણદર્શક નોટિસ પાઠવીને કુલ 23.1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ મનપા દ્વારા કુલ 2.67 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ દંડની રકમ જેમાં રુ.1.24 લાખ પ્લાસ્ટિક પ્રતિબંધના ભંગ બદલ અને રુ.1,43 લાખ જાહેરમાં ગંદકી ફેલાવવા માટે વસૂલવામાં આવ્યા હતા.

નવરંગપુરા,પાલડીમાં લાલ આંખ

ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ઉપરાંત વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેવા કે નવરંગપુરા, નારણપુરા, વાસણા, રાણિપ, સાબરમતી અને પાલડીમાં આવેલા ઓટોમોબાઇલ બિઝનેસ, પ્રિન્ટિંગ-સ્ક્રેપ શોપ્સ, હોટેલ્સ, ચાની કિટલીઓ અને પાન પાર્લરો સહિત 19 અન્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે.

સીલ કરાયેલા મુખ્ય એકમોમાં ડ્રાઇવ-ઇન રોડ પર આવેલી હોટેલ સ્વેલ, મીઠાખળી છ રસ્તા નજીક ન્યૂ લકી મોટર્સ તેમજ નવરંગપુરામાં તેજ કોમ્પ્લેક્સ અને નાગરી હોસ્પિટલ નજીકના અનેક કોમર્શિયલ શોપ્સનો સમાવેશ થાય છે.