આજે અમદાવાદના સાબરમતી ખાતે 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન થશે

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 24 Oct 2023 04:33 PM (IST)Updated: Tue, 24 Oct 2023 04:33 PM (IST)
a-60-feet-high-effigy-of-ravana-will-be-burnt-at-sabarmati-in-ahmedabad-today

આજે સમગ્ર દેશમાં દશેરા નિમિત્તે રાવણ દહન કરી વિજય પર્વની ઉજવણી કરાશે. ત્યારે અમદાવાદમાં પણ અલગ-અલગ જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમો યોજાશે. જેમાં સાબરમતી ખાતે સૌથી 60 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાશે. આ ઉપરાંત અમદાવાદના મણિનગર, ઇસ્કોન મંદિર, ઓઢવ અને અસલાલી સહિતના સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

અમદાવાદમાં અહીં થશે રાવણદહન

  • સાબરમતીમાં 60 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • હરેકૃષ્ણ મંદિર ભાડજ માં 50 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • નાગરવેલ હનુમાન નજીક 50 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • મણિનગરમાં 45 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • કર્ણાવતી ક્લબમાં 40 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • ઈસ્કોન મંદિરમાં 35 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • ઓઢવ (ભુવાલડી)માં 35 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • ન્યુ મણિનગરમાં 25 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • અસલાલી ચોકડીમાં 25 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.
  • કલોલમાં 35 ફૂટ ઊંચા પૂતળાનું દહન થશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.