Ahmedabad News: ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલા બાલાજી એપાર્ટમેન્ટમાં એક 7 વર્ષના બાળકનું ચોથા માળ પરથી પટકાતા મોત નિપજ્યું છે. આ બિલ્ડીંગમાં દરેક માળ ઉપર કોન્ટ્રાકટર દ્વારા લંબ ચોરસ ખુલ્લી બારી મૂકવામાં આવી છે અને આ બિલ્ડીંગ છેલ્લાં 5 વર્ષથી વધુ સમયથી બનેલ છે. એક સાત વર્ષના આયુષ પિયુષભાઈ મનાતા મંગળવારે બપોરે ચોથા માળથી ખુલ્લી બારીમાંથી નીચે જમીન પર પટકાયો હતો. જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી.
આ પછી ઈજાગ્રસ્ત બાલકને સારવાર માટે તેના માતા-પિતા પહેલાં ધોળકાની હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતું ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું કરૂણ મોત નિપજયું હતું. પોતાના એકને એક લાડકવાયાને ગુમાવતા માતા-પિતા સહિત અન્ય રહીશોમાં શોકની લાગણી પ્રસરી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
