PGP-ફુડ એગ્રી બિઝનેસમાં 2023ની બેચમાં IIMAમાં 455 વિદ્યાર્થીને પ્રવેશ બે કરોડની 30 સ્કોલરશિપ જાહેર

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 29 Jun 2023 09:52 AM (IST)Updated: Thu, 29 Jun 2023 09:52 AM (IST)
455-students-admitted-to-iima-in-2023-batch-in-pgp-food-agri-business-30-scholarships-of-rs-2-crore-announced

IIM અમદાવાદ દ્વારા 2023-25ની બેચની જાહેરાત કરવામાં આવી છે.જેમાં PGP MBAમાં 408 અને ફુડ એગ્નિબિઝનેસ મેનેજમેન્ટમાં 47 સહિત કુલ 455 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો છે.એલ્યુમિનિ વિદ્યાર્થીઓ દ્વારા બે કરોડની નવી 30 સ્કોલરશિપ આપવાની જાહેરાત કરવામા આવી છે.

બે વર્ષના PG, MBA પ્રોગ્રામમાં આ વર્ષે 408 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે વિદ્યાર્થી વધ્યા છે. કુલ વિદ્યાર્થીઓમાં 58 ટકા વિદ્યાર્થી એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા અને 42 ટકા નોન એન્જિનિયરિંગના છે. 74 ટકા વિદ્યાર્થીઓ વિવિધ ફિલ્ડમાં કામ કરી ચુકેલા અનુભવી છે જ્યારે 26 ટકા ફ્રેશર્સ વિદ્યાર્થી છે. આ વર્ષે પીજીપીમાં 23% યુવતીઓ છે. બે વર્ષના ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં 47 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે અને જેમાં 42% યુવતીઓ છે, જે ગત વર્ષે 38 ટકા હતી. તમામ વિદ્યાર્થીઓ ફૂડ-એન્ડ એગ્રિકલ્ચર ફિલ્ડમાંથી આવેલા છે. IIM અમદાવાદ દ્વારા નવી બેચના વિદ્યાર્થીઓ માટે બે કરોડની 30 નવી સ્કોલરશિપ આપવાની જાહેરાત કરાઈ છે.

IIM-Aના પૂર્વ વિદ્યાર્થીઓની સહાયથી ઉભા થયેલા IIMએ એન્ડોમેન્ટ ફંડમાંથી આ સ્કોલરશિપ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેઓના મેરિટના આધારે અપાશે. જેમાં 10 વિદ્યાર્થીને 10-10 લાખ અને 20 વિદ્યાર્થીને પાંચ-પાંચ લાખની સ્કોલરશિપ મળશે.