Heart Attacks in Gujarat: ગત 6 મહિનામાં ગુજરાતમાં દર કલાકે સરેરાશ 223 લોકો હૃદયની બીમારીનો શિકાર થયા, હૃદયના ઈમરજન્સીના 30% કેસ અમદાવાદમાંથી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 09 Jul 2024 09:39 AM (IST)Updated: Tue, 09 Jul 2024 10:03 AM (IST)
223-people-died-per-hour-from-heart-attacks-in-gujarat-with-30-of-cardiac-emergencies-coming-from-ahmedabad

Gujarat Heart Attack News: છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતાં, ઓફિસમાં કામ કરતી વખતે, ડાન્સ કરતાં-કરતાં હાર્ટ એટેક આવવાના કેસ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40,047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બીમારીના શિકાર બને છે.

ગુજરાતમાં 6 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસ

મહિનો 2023 2024
જાન્યુઆરી 5787 6719
ફેબ્રુઆરી 5847 6656
માર્ચ 5953 7029
એપ્રિલ 5168 5907
મે 5585 7175
જૂન 5596 6561
કુલ 33,936 40,047

અમદાવાદમાં 6 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસ

મહિનો 2023 2024
જાન્યુઆરી 1826 1936
ફેબ્રુઆરી 1770 1950
માર્ચ 1798 2050
એપ્રિલ 1458 1705
મે 1605 2149
જૂન 1693 1992
કુલ 10,150 11,782

સિવિલની હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં દર્દી

વર્ષ આઉટડોર ઈન્ડોર
2020 1,57,747 24,306
2021 2,24,688 35,235
2022 2,77,572 40,662
2023 3,35,124 47,230
2024 1,81,947 24,761

હાર્ટ એટેકના લક્ષણો
છાતી ભારે લાગવી,પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશક્તિ લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદર્દ થવું, જડબામાં દુઃખવું, હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.

ડોક્ટરોના મતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થવા માટે ફાસ્ટફૂડ, લાઇફ સ્ટાઇલ મુખ્ય જવાબદાર પરિબળ છે. અનેક લોકો પૂરતી કસરત કે નિયમિત વોકિંગમાં ગયા વિના અચાનક વધારે પડતો શ્રમ લઇ લે તેવા કિસ્સામાં પણ હ્રદયરોગનો હુમલો આવતો હોય છે.

યોગ્ય આહારશૈલી, નિયમિત વોકિંગ-કસરત, પૂરતી ઊંઘથી હૃદયની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. ડોક્ટરોના મતે હાર્ટ એટેકથી બચવા તણાવમુક્ત જીવ, નિયમિત આહાર, પુરતી ઊંઘ-આરામ, સારો સાત્વીક ખોરાક, તાજા, લીલા શાકભાજી તથા ફળ યુક્ત ખોરાક વધારે લેવા જોઈએ.