Taranga Hill–Ambaji–Abu Road Railway Project:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટો પૈકીના એક તારંગા હિલ-અંબાજી-આબુરોડ (Ambaji-Abu Road) નવી રેલવે પ્રોજેક્ટને લઈ ઝડપભેર કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અર્થ વર્ક, સ્ટેશન બિલ્ડિંગ, રોડ અંડર બ્રિજ, ટર્નલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના અંબાજી બાદ તારંગા હિલ ખાતે પણ સ્ટેશન ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગઈ ગયું છે.
આગામી એક વર્ષમાં ચાર મોટી ટર્નલનું નિર્માણ કાર્ય પૂરું થઈ જશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આબુરોડમાં નવા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આશરે 116 કિમી લાંબી આ રેલવે લાઈન પ્રોજેક્ટના નિર્માણ પાછળ રૂપિયા 3050 કરોડનો ખર્ચ થશે.
ગુજરાતના ત્રણ જિલ્લાને જોડશે
આ પ્રોજેક્ટ અંતર્ગત રાજસ્થાનમાં સિરોહી તથા ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠા જિલ્લાને કવર કરવામાં આવશે. આબુરોડ સહિત કૂલ 15 રેલવે સ્ટેશન હશે. રેલવેમાર્ગ પર નવા સ્ટેશનો પૈકી સૌથી મોટું સ્ટેશન અંબાજીમાં હશે. આ સુવિધાથી માતા અંબાજીના દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધા ઉપલબ્ધ બનશે.
સૌથી લાંબી સુરંગ શક્તિપીઠ અંબાજીમાં
પ્રોજેક્ટ અંતર્ગત કૂલ 13 સુરંગનું નિર્માણ થશે, જેની કૂલ લંબાઈ 13 કિમી હશે. ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં નિર્માણાધિન રેલવે સ્ટેશનની નજીક સૌથી વિશાળ ટર્નલ હશે. તેની લંબાઈ 2300 મીટર હશે.મહેસાણા જિલ્લામાં આવેલ અરવલ્લી પર્વતમાળા પર સ્થિત તારંગા હિલ જૈન અને બૌદ્ધ તીર્થ સ્થાન છે. આ પ્રોજેક્ટથી અંબાજી ઉપરાંત તારંગા હિલને રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય આ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યું છે.
