અમદાવાદ.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં લગ્નના વરઘોડા વખતે ઘોડાએ લાત મારતા બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ઈસનપુર વિસ્તારમાં લગ્ન પ્રસંગે વરઘોડો પસાર થઈ રહ્યો હતો. આ સમયે કેટલાક પરિવારજનો નાચી રહ્યાં હતા, ત્યારે સગા-વ્હાલા દ્વારા રૂપિયા ઉછાળવામાં આવી રહ્યા હતા.
વરઘોડામાં સગા-વ્હાલા દ્વારા ઉછાળવામાં આવતા રૂપિયા લેવા માટે બાળકો ઘોડાની આગળ-પાછળ દોડતા હતા. આ સમયે એક બાળક પૈસા ઉપાડવા માટે ઘોડાની નજીક ગયો હતો. જ્યાં ઘોડાએ બાળકને લાત મારી દીધી હતી.
ઘોડાની લાત વાગવાથી બાળકના માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું મોત થયું હતુ.
