Devbhoomi Dwarka News: રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં કરવામાં આવેલા ગરકાયદેસર દબાણો દૂર કરવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. હમણાં જ પીરોટન ટાપુ પર સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામા આવ્યા હતા.
હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સાત ટાપુઓ પર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં 33 જેટલા ગેરકાયદેસર બાંધવામાં આવેલી ઇમારતો વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી.
અગાઉ પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે. પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.
