Lightning Strikes on Flying Plane:આકાશમાં એક મોટી ઘટના સર્જાતા સર્જાતા બચી ગઈ છે. પટનાથી અમદાવાદ જતી ફ્લાઈટે જ્યારે ઊંચાઈ પર પહોંચી તો તેના પર વીજળી પડી હતી. આ શક્તિશાળી વીજળીના ઝાટકાને લીધે વિમાનના આગળનો નોઝ ધરાવતો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થઈ ગયો. જોકે આ વિમાન લખનઉના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ ગયું. આ વિમાનમાં 110 લોકો સુરક્ષિત છે. હવે પ્રશ્ન એ છે કે એક અબજ વોલ્ટનો ઝાટકો લાગવા છતાં વિમાનમાં બધુ જ સુરક્ષિત કેવી રીતે રહ્યું. પ્લેન પર જ્યારે વીજળી પડે છે ત્યારે એવું તે શું થાય છે?
જ્યારે કોઈ વિમાન પર આકાશી વીજળી પડે છે તો તેની ઈન્ટેન્સિટી એક અબજ વોલ્ટ જેટલી હોઈ શકે છે. આ વીજળી પડતા ફ્લાઈટના આગળના ભાગમાં રડારને સુરક્ષિત રાખનાર રેડોમ ડેમેજ થઈ ગયું, જેને લીધે એવું લાગ્યું કે જાણે વિમાનનું નાક તૂટી ગયું. આ ભીષણ ઝાટકા છતાં વિમાનના ઈન્ટર્નલ સિસ્ટમ અને યાત્રીઓને કોઈ જ નુકસાન થયું નથી.
ફેરાડે કેજ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે
આ પ્રશ્ન સ્વભાવિક છે કે તેના શક્તિશાળી વીજળીના ઝાટકા વચ્ચે પણ વિમાનમાં બેઠેલા યાત્રી કેવી રીતે સુરક્ષિત બચી ગયા. તેનું વૈજ્ઞાનિક જવાબ છે ફેરાડે કેજનો સિદ્ધાંત. હવે નવા અને મોડર્ન વિમાનોની બહાર સ્ટ્રક્ચર એટલે કે Fuselage તરીકે એલ્યુમિનિયમ અને કન્ડક્વિટ મેટલ્સથી એક ઢાલ તૈયાર કરવામાં આવે છે.
વીજળી પડવાના પેસેન્જર્સ પર શું અસર
જ્યારે વિમાન પર વીજળી પડે છે ત્યારે મેટલના આ પિંજર જેવા સ્ટ્રક્ચર Faraday Cage તે હાઈ વોલ્ટેજ ધરાવતા ઈલેક્ટ્રિકલ ચાર્જને પોતાના બહારના ભાગમાં સુરક્ષિત રીતે જમીન અથવા હવામાં પરત ડિસ્ચાર્જ કરી દે છે. વીજળીનો આ કરંટ વિમાનના બહારી ભાગમાં જ પસાર થઈ નિકળી જાય છે. તેને લીધે પેસેન્જર્સ અને સંવેદનશીલ ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ સુધી તે પહોંચી શક્તિ નથી.
