Fact Check Story: મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણની છબી ખરાબ કરવા માટે વાયરલ કરાયો KBCનો એડિટેડ વીડિયો

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 10 Oct 2023 08:05 PM (IST)Updated: Tue, 10 Oct 2023 08:23 PM (IST)
fact-check-story-edited-kbc-video-goes-viral-to-tarnish-madhya-pradesh-cm-shivraj-singh-chauhans-image

Fact Check Story: મધ્યપ્રદેશની ચૂંટણીની જાહેરાત વચ્ચે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની છબી ખરાબ કરવા માટેનો એક વીડિયો વાયરલ કરાયો હતો. આ વીડિયોમાં 'કૌન બનેગા કરોડપતિ' કાર્યક્રમના હોસ્ટ અમિતાભ બચ્ચનને કન્ટેસ્ટન્ટને 20 હજારનો સવાલ પૂછતા દેખાડવામાં આવ્યા. સવાલ હતો કે- આમાંથી કયા મુખ્યમંત્રીને તેમની જૂઠી જાહેરાતોને કારણે ઘોષણા મશીન કહેવામાં આવે છે? કન્ટેસ્ટેન્ટે તેનો જવાબ શિવરાજસિંહ ચૌહાણ તરીકે આપેલા ઓપ્શન બીની પસંદગી કરે છે.

દૈનિક જાગરણની ફેક્ટ ચેકિંગ વિંગ 'વિશ્વાસ ન્યૂઝ'એ વિસ્તૃતથી આ વીડિયોની તપાસ કરી. આ વીડિયો એડિટેડ છે. કેબીસીના 20 હજારવાળો સવાલ એડિટ કરી તેમાં મુખ્યમંત્રીવાળો સવાલ જોડવામાં આવ્યો છે, જ્યારે એપિસોડમાં કંઈક અલગ જ સવાલ પૂછાયો હતો. સાથે જ તેમાં અવાજ પણ અલગથી જોડવામાં આવ્યો હતો.

તપાસની શરુઆત યૂટ્યૂબ સર્ચથી કરાઈ. કીવર્ડ સર્ચ કરતા કેબીસી ઈન્ડિયાની યૂટ્યૂબ ચેનલ વાયરલ વીડિયોવાળા કન્ટેસ્ટન્ટનો વીડિયો મળ્યો. આ આઠ મહિના પહેલા અપલોડ કરાયો હતો. આ વીડિયોમાં કન્સ્ટેન્ટનું નામ ભૂપેન્દ્ર ચૌધરી હતું. તેઓ મધ્યપ્રદેશના ખુરઈના નિવાસી છે.

વીડિયોમાં 18:50 સેકન્ડ પછીથી વાયરલ વીડિયોવાળી ફુટેજ જોઈ શકાય છે, પરંતુ તેમાં 20 હજારવાળો પ્રશ્ન રાજનીતિને લઈને નહીં પરંતુ ફિલ્મને લઈને પૂછાયો હતો. ભૂપેન્દ્રને અમિતાભ બચ્ચન પૂછે છે કે- આમાંથી કઈ ફિલ્મ એક ખેલાડીને લઈને નથી? જેના જવાબમાં વિકલ્પ અપાયા હતા, A- સાઈના, B- પિકૂ, C- ભાગ મિલ્ખા ભાગ, D- શાબાશ મિટ્ઠૂ.

આ સમગ્ર તપાસ તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને વિસ્તૃતથી વાંચી શકો છો…

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.