ફેક્ટ ચેક: શું બધા માટે રોજનું 8 ગ્લાસ પાણી જરૂરી છે? ડૉક્ટર પાસેથી જાણો, કોને કેટલું પાણી પીવું જોઈએ

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 05 Sep 2022 06:22 PM (IST)Updated: Mon, 05 Sep 2022 06:22 PM (IST)
fact-check-drinking-eight-glasses-of-water-a-day-expert-tips-in-hindi

એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? કોઈ કહે છે બે લીટર, તો કોઈ કહે છે ત્રણ. રોજ કેટલું પાણી પીવું જોઈએ એ અંગે અલગ-અલગ ધારણાઓ છે. જોકે, આમાં કેટલીક ધારણાઓ ખોટી પણ છે. ઘણા લોકો એમ કહે છે કે, રોજ 8 કલાક પાણી ચોક્કસથી પીવું જોઈએ. સૌથી વધારે સલાહ, 8 ગ્લાસ પાણી પીવાની આપવામાં આવે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ, પરંતુ શું બધા માટે 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે?

આ ધારણા કેટલી ખોટી છે અને કેટલી સાચી છે આ વિશે જાણવા માટે અમે પ્રોફેસર અને ડૉક્ટર અનુ ગાયકવાડ (MBBBS, MD MED, Physician, diabetologist- Dr. D Y Patil Medical College, Hospital and Research Center, Pune) સાથે વાત કરી. ઓનલીમાયહેલ્થની સ્પેશિયલ Fact Check સીરીઝ 'દગો કે હકીકત' માં આજે અમે શું 8 ગ્લાસ પાણી બધાં માટે જરૂરી છે કે નહીં તે અંગે જણાવશું.

શું દિવસમાં 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે?
પ્રોફેસર અને ડૉ. અનુ ગાયકવાડનું માનીએ તો, દિવસમાં 8 ગ્લાસ પાણી એક સામાન્ય નિર્ધારિત માત્રા છે, જે સામાન્ય રીતે ડૉક્ટરો દ્વારા પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ માત્રા સૌના માટે સામાન્ય નથી. કોઈ વ્યક્તિએ એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ, એ અલગ-અલગ કારકો અને અન્ય બાબતો પર નિર્ભર કરે છે. બાળકો, ઘરડાંથી લઈને પુરૂષો અને મહિલાઓમાં પાણીની દૈનિક ખપતની માત્રા અલગ-અલગ હોય છે. પાણીની માત્રા નિર્ધારિત કરવાની કોઈ નિશ્ચિત ફૉર્મૂલા નથી. આ ખાસ તો તમારા શરીરની તરલ પદાર્થોની આવશ્યકતા પર નિર્ભર કરે છે. તરસ લાગે એટલે લોકો પાણી અને અન્ય તરલ પદાર્થોનું સેવન કરી હાઈડ્રેટેડ રહે છે. જ્યારે કેટલાક લોકો માટે દિવસમાં આઠ ગ્લાસ પાણી પીવું પૂરતું ન હોઈ શકે.

કયા લોકોએ કેટલું પાણી પીવું જોઈએ?

  1. બાળકો
    બાળકોને એક દિવસમાં 1 થી 1.7 લીટર સુધી પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
  2. વયસ્ક
    વયસ્કોએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ.
  3. કસરત કરતા લોકો
    જે લોકો કસરત કરે છે, તેમના શરીરમાંથી પરસેવો વધારે નીકળે છે, જેને રિકવર કરવા માટે તેમને વધારે પાણીની જરૂર હોય છે. તેમણે 3-4 લીટર પાણી પીવું જોઈએ.
  4. બીમાર હોય ત્યારે
    કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જેમ કે તાવ, ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓ. આવું આ કારણે થાય છે, કારણકે આ પરિસ્થિતિઓમાં તમારું શરીર વધારે રેઝિન કાઢે છે અને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ જાય છે. એવામાં રોજ 3-4 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
  5. ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી મહિલાઓ
    ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ ખૂબ પાણી અને તરલ પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેઓ હાઈડ્રેટ રહે. 3-4 લીટર પાણી ચોક્કસથી પીવું જોઈએ.
  6. ઋતુ પ્રમાણે
    ઋતુ ઠંડી હોય કે ગરમ હોય તે આધાર પર પણ રોજની પાણી પીવાની માત્રા નિર્ભર કરે છે. જેમ કે શિયાળામાં તમે ઓછું પાણી પીને પણ હાઈડ્રેટ રહો છો અને ગરમીમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવા છતાં પણ ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. શિયાળામાં બે લીટર પાણી પણ પૂરતું છે, અને ગરમીના દિવસોમાં ઘણીવાર ત્રણ લીટર પાણી પણ ઓછું પડી શકે છે.

શું સલાહ આપે છે એક્સપર્ટ
ડૉ. અનુ ગાયકવાડનું માનીએ તો, તમારે 8 ગ્લાસ કે 3-4 લીટર પાણી જરૂરી છે. ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચવા અને સ્વસ્થ રહેવા માટે તમારે પાણીની સાથે-સાથે તરલ પદાર્થોનું સેવન પણ કરવું જોઈએ. જો તમે 7-8 ગ્લાસ પાણી પીઓ છો અને દિવસ દરમિયાન તરલ કે વધારે માત્રામાં પાણીવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરો છો, તો તેનાથી શરીરમાં પાણીની ઉણપ નથી થતી. દિવસમાં માત્ર વધારે પાણી પીવાની જગ્યાએ એ પ્રયત્ન પણ કરવો જોઈએ કે, દિવસ દરમિયાન અન્ય તરલ પદાર્થોનું સેવન પણ કરવું જોઈએ.

All Image Source: Freepik.com

(With Inputs: Prof. Dr Anu Gaikwad, MBBBS, MD MED, Physician, diabetologist- Dr. D Y Patil Medical College, Hospital and Research Center, Pune)

Disclaimer
આ માહિતીની સટિકતા, સમયબદ્ધતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવાના હરસંભવ પ્રયત્ન કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ઓન્લીમાયહેલ્થ ડૉટ કૉમની નથી. અમારી તમને નમ્ર વિનંતિ છે કે, કોઈપણ ઉપાય અજમાવતાં પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક ચોક્કસથી કરો. અમારો ઉદ્દેશ્ય તમને માહિતી આપવાનો છે.