Yodha Box Office Collection Day 4: સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટણી અને રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ 'યોદ્ધા' 15 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે વીકેન્ડમાં સારી કમાણી પણ કરી છે. ત્યારે હવે આજે ચોથા દિવસના એટલે કે સોમવારના આંકડા સામે આવી ગયા છે. જાણો ફિલ્મે કેટલું કલેક્શન કર્યું.
સૈકનિલ્કના રિપોર્ટ પ્રમાણે, સોમવારે ફિલ્મ 'યોદ્ધા'એ લગભગ 2.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે, આ શરૂઆતી આંકડા છે, જેમાં બદલાવ સંભવ છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 19 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મે ઓપનિંગ ડે પર 4.1 કરોડ રૂપિયા, બીજા દિવસે 5.75 કરોડ અને રવિવારના રોજ 7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
આ ફિલ્મને બોક્સ ઓફિસ પર અદા શર્મા સ્ટારર ફિલ્મ 'બસ્તર ધ નક્સલ સ્ટોરી'થી ટક્કર મળી રહી છે. આ સાથે જ અજય દેવગન અને આર માધવનની ફિલ્મ 'શૈતાન' પણ ફિલ્મને ટક્કર આપી રહી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
