Box Office Collection: 15 માર્ચના રોજ સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મો રિલીઝ થઈ છે. અદા શર્મા બ્લોકબસ્ટર ફિલ્મ ધ કેરલ સ્ટોરી પછી 'બસ્તર-ધ નક્સલ સ્ટોરી' સાથે પરત ફરી છે. ફેન્સ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોદ્ધા' પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. હવે આજે આ બંને ફિલ્મોના ઓપનિંગ ડેના કલેક્શનના આંકડા સામે આવી ગયા છે.
બસ્તર-ધ નક્સલ સ્ટોરી
સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મ 'બસ્તર-ધ નક્સલ સ્ટોરી'એ ઓપનિંગ ડે પર 50 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે, આ અંદાજિત આંકડા છે. તેમાં ફેરફાર થઈ શકે છે. આ ફિલ્મમાં અદા શર્માએ આઈજી નીરઝા માધવનનો રોલ પ્લે કર્યો છે.
યોદ્ધા
સૈકનિલ્કના આંકડા પ્રમાણે, ફિલ્મ 'યોદ્ધા'એ ઓપનિંગ ડે પર અંદાજિત કુલ 4.25 કરોડની કમાણી કરી છે. અભિનેતાના સ્ટારડમના હિસાબથી આ કલેક્શન યોગ્ય છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે દિશા પટણી અને રાશિ ખન્ના પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
આર્ટિકલ 370 અને શૈતાન
આ બે ફિલ્મો સિવાય હાલ સિનેમાઘરોમાં યામી ગૌતમની ફિલ્મ 'આર્ટિકલ 370' અને અજય દેવગન સ્ટારર ફિલ્મ 'શૈતાન' પણ છે. યામી ગૌતમની ફિલ્મે 22 દિવસમાં કુલ 70 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે 'શૈતાન' એ આઠ દિવસમાં કુલ 85 કરોડની કમાણી કરી લીધી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
