બોલિવૂડ સિંગર ધ્વનિ ભાનુશાલીએ કરી સગાઈ: ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી આપી ખુશખબર; જાણો કોણ છે તેમનો ભાવિ જીવનસાથી

સિંગરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈની સુંદર તસવીરો શેર કરીને ચાહકોને આ સરપ્રાઈઝ આપી છે, જેના પર બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 15 Nov 2026 03:32 PM (IST)Updated: Sun, 15 Nov 2026 03:32 PM (IST)
who-is-yash-bhanushali-know-about-bollywood-singer-dhvani-bhanushali-fiance
ધ્વનિ ભાનુશાલી

Who is Yash Bhanushali: બોલિવૂડની જાણીતી અને યુવા પેઢીની લોકપ્રિય પોપ સિંગર ધ્વનિ ભાનુશાલી (Dhvani Bhanushali) એ પોતાના જીવનની નવી સફર શરૂ કરી છે. 'વાસ્તે' (Vaaste) અને 'લેજા રે' (Leja Re) જેવા સુપરહિટ ગીતો આપીને કરોડો ચાહકોના દિલ જીતનારી ધ્વનિએ સગાઈ કરી લીધી છે. સિંગરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈની સુંદર તસવીરો શેર કરીને ચાહકોને આ સરપ્રાઈઝ આપી છે, જેના પર બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર સગાઈની સત્તાવાર જાહેરાત

ધ્વનિ ભાનુશાલીએ સોશિયલ મીડિયા પર પોતાના મંગેતર યશ ભાનુશાલી (Yash Bhanushali) સાથેની રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં બંને ટ્રેડિશનલ અને એલિગન્ટ આઉટફિટમાં અત્યંત ખુશખુશાલ નજરે પડી રહ્યા છે અને ધ્વનિ પોતાની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ પોસ્ટ સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો અને બોલિવૂડના અનેક કલાકારોએ કોમેન્ટ સેક્શનમાં આ નવદંપતીને જીવનના નવા અધ્યાય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

કોણ છે ધ્વનિનો મંગેતર યશ ભાનુશાલી?

ધ્વનિની સગાઈના સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં એ જાણવાની ભારે ઉત્સુકતા છે કે આખરે યશ ભાનુશાલી કોણ છે?

યશ ભાનુશાલી ફિલ્મ કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીથી દૂર બિઝનેસ જગત સાથે સંકળાયેલા છે. તેઓ એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે જાણીતા છે. તેમડ ધ્વનિ હંમેશા પોતાની અંગત જિંદગીને મીડિયા અને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. યશ ભાનુશાલી પણ સોશિયલ મીડિયા પર ખૂબ ઓછા સક્રિય રહે છે અને પ્રાઈવેટ લાઈફ જીવવાનું પસંદ કરે છે. અને બંને પરિવારો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે અને પરિવારજનોની સંમતિ તેમજ આશીર્વાદ સાથે બંનેએ સગાઈના બંધનમાં બંધાવાનો નિર્ણય લીધો છે.

મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી ધ્વનિ ભાનુશાલી T-Series ના પ્રેસિડેન્ટ વિનોદ ભાનુશાલીની પુત્રી છે. સગાઈ બાદ હવે ચાહકો આ જોડીના ભવ્ય લગ્નની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.